Donald Trump અમે પરમાણુ યુદ્ધ રોક્યું: ટ્રમ્પનો ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર મોટો દાવો
Donald Trump ભારત-પાકિસ્તાન સંઘર્ષ ઉપર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે શ્રેય પોતે લેતા કહ્યું હતું કે અમેરિકાએ પરમાણુ યુદ્ધ રોક્યું છે. ભારત અને પાકિસ્તાનનું નેતૃત્વ અડગ અને શક્તિશાળી હતું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેણે ભારત અને પાકિસ્તાનને વ્યાપાર બંધ કરવાની ધમકી આપી હતી. કહેવાયું હતું કે જો યુદ્ધ બંધ નહી કરવામાં આવે તો વ્યાપાર થશે નહી. બાદમાં બન્ને દેશ માની ગયા હતા અને સીઝફાયર થયું હતું. જો કે ટ્રમ્પ ઘણી વખત પોતાની ડંફાસોના કારણે શરમજનક સ્થિતિમાં મુકાયા છે.
ટ્રમ્પે આ અગાઉ ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામમાં મધ્યસ્થતાનો દાવો કર્યો હતો. જેને ભારતે નકાર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, બન્ને દેશ પાસે ઘણા બધા પરમાણુ હથિયાર છે. અમારા પ્રશાસને ભારત અને પાકિસ્તાન વચ્ચે તત્કાળ યુદ્ધવિરામમાં મદદ કરી છે. તેઓને આશા છે કે સ્થાયી યુદ્ધવિરામ કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાનનું નેતૃત્વ અડગ અને શક્તિશાળી હતું. તેઓ શક્તિ, બુદ્ધિ અને ધૈર્યના દ્રષ્ટિકોણથી અડગ હતા. આ સ્થિતિમાં અમેરિકાએ ખુબ મદદ કરી, વ્યાપારમાં પણ મદદ કરી છે. જેથી બન્ને દેશને કહ્યું હતું કે અમેરિકા ખુબ વેપાર કરવા જઈ રહ્યું છે. યુદ્ધને રોકવામાં આવે. જો યુદ્ધ રોકવામાં નહી આવે તો વેપાર કરવામાં આવશે નહી.