Abu Azmi પાકિસ્તાન વિષયક નીતિ પર ભાજપ સરકાર પર સવાલો
Abu Azmi સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ અસીમ આઝમીએ પીએમ નરેન્દ્ર મોદી ના તાજેતરના સંબોધન પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. આઝમીએ ભારત-પાકિસ્તાન સંબંધો, આતંકવાદ, અને અમેરિકાની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતે પોતાની વિદેશ નીતિ માટે અમેરિકા પર નિર્ભર ન રહેવું જોઈએ.
“અમે વાત કરીએ કે યુદ્ધ કરીએ, એ નિર્ણય ભારતે લેવો જોઈએ”
અબુ આઝમીએ કહ્યું કે, “પાકિસ્તાન સાથે સારા સંબંધો જાળવીએ કે નહી, લડીએ કે વાત કરીએ – શું એ નિર્ણય અમેરિકા લેશે? એમ ના થાય.” આ નિવેદન વડાપ્રધાનના એ નિવેદનને પ્રતિક્રિયા રૂપે આવ્યું છે જેમાં તેઓએ કહ્યું હતું કે “આતંક અને વાતચીત સાથે નહીં ચાલે.” આઝમીએ સવાલ કર્યો કે જો આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની નીતિ હતી, તો આજે સુધી પાકિસ્તાન સામે સ્પષ્ટ નીતિ શા માટે નથી અપનાવાઈ?
“અમેરિકાનું દબદબું ન માન્ય વળતુ”
અબુ આઝમીએ અમેરિકાની મધ્યસ્થી અને દબદબાની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે, “અમેરિકા પોતાનું બજાર ચલાવવા માટે પાકિસ્તાનને પણ જહાજો વેચે છે અને આપણને પણ એ જ જહાજો લેવાનું કહી દેશે. આ તો ઉદ્યોગવાદી રાજકારણ છે.” આઝમીએ એવું પણ જણાવ્યું કે દેશના આંતરિક મુદ્દાઓમાં પણ સરકાર દ્વારા વિભાજનવાદ અને નફરત ફેલાવવામાં આવી રહી છે, જેને રોકવાની જરૂર છે.
“સરકારે આતંકનો અંત લાવવાનો વાયદો કર્યો હતો, તે ક્યાં ગયો?”
આઝમીએ વડાપ્રધાનના વચનો પર પણ પ્રશ્ન ચિહ્ન લગાવ્યું. તેમણે કહ્યું, “ક્યારેય કહ્યુ હતું કે કલમ 370 હટાવ્યા પછી અને નોટબંધી બાદ આતંકવાદનો અંત આવશે. પરંતુ આજે પણ રોજ સમાચારમાંથી આતંકવાદી હુમલાઓની ખબર મળે છે. તો વાયદા ક્યાં ગયા?”
अगर अमेरिका के बोलने पर पाकिस्तान से जंग रोकनी ही थी तो पहले ही उसकी मध्यस्थता से बात क्यों नहीं की गई? जब टॉक और टेरर एक साथ नहीं चलेगा तो आर-पार क्यों नहीं किया गया? अमेरिका का व्यापार को लेकर दबाद बनाना हमारे देश की जनता का अपमान है। सरकार को देश में नफरत के आतंक पर भी रोक… pic.twitter.com/Rk5bEdQTU6
— Abu Asim Azmi (@abuasimazmi) May 13, 2025
“દક્ષિણ એશિયાઈ સંઘનો વિચાર આગળ લાવવો જોઈએ”
અંતે, તેમણે પૂર્વ નેતા ડૉ. રામ મનોહર લોહિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત, પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોએ ભવિષ્યમાં મળીને એક દક્ષિણ એશિયાઈ સંઘ બનાવવો જોઈએ – જેથી સોંદર્ય, શાંતિ અને વિકાસની દિશામાં આગળ વધી શકાય.
આઝમીના નિવેદનો ફરી એકવાર વિદેશ નીતિ અને આતંકવાદ સામેની નીતિ વિષે ચર્ચા ઉભી કરે છે – ખાસ કરીને એવી ઘડીએ જ્યારે દેશ સામાન્ય ચૂંટણીઓ તરફ આગળ વધી રહ્યો છે.