PM Modi આદમપુર એરબેઝ પરથી આતંકવાદીઓ અને પાકિસ્તાનને તીખા જવાબ
PM Modi 13 મે, 2025ના રોજ પંજાબના આદમપુર એરબેઝ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અચાનક મુલાકાતે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું. ‘ઓપરેશન સિંદૂર’ બાદ પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના સૈનિકોને સંબોધન આપતાં પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે તીખા અને નડતરા સંદેશા આપ્યા.
“પાકિસ્તાનમાં હવે કોઈ સેફ ઝોન નથી”
પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનમાં હવે કોઈ પણ એવી જગ્યા નથી જ્યાં આતંકવાદીઓ સુરક્ષિત રહી શકે. “અમે ઘરમાં ઘૂસીને તેમને મારી નાખીશું, તેઓને ભાગવાનો મોકો પણ નહીં આપીએ,” એમ પીએમએ જણાવ્યું. તેમણે આતંકવાદને સમાપ્ત કરવા માટે ભારતની મજબૂત નીતિ અને સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.
S-400 સિસ્ટમ સંપૂર્ણ અકબંધ: પાકિસ્તાની દાવા ફેલ
પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના ડ્રોન અને મિસાઇલ હુમલાઓએ ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી છે. જોકે પીએમ મોદીના અવલોકન દરમિયાન S-400 સિસ્ટમ સંપૂર્ણપણે સલામત અને કાર્યક્ષમ જોવા મળી. આ દ્રશ્યે પાકિસ્તાનના દાવાઓને તોડી નાંખ્યા અને ભારતના રક્ષણ બળોની ક્ષમતા પર વિશ્વાસ વધાર્યો.
પીએમ મોદીએ જણાવ્યું કે “જ્યારે આતંકીઓએ અમારી બહેનોના સિંધૂર છીનવ્યાં, ત્યારે ભારત ચુપ ન બેસી રહ્યું. અમે ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો.” તેમણે ગુરુ ગોવિંદસિંહજીના શૌર્યનું ઉલ્લેખ કરતા કહ્યું કે દુષ્ટતાનો નાશ કરવા માટે શસ્ત્રો ઉપાડવું ભારતની પરંપરા રહી છે.
#WATCH | At the Adampur Air Base, PM Narendra Modi says "…Hum ghar mein ghus kar maarenge aur bachne ka ek mauka tak nahi denge…"
He says "The Indian Army, Indian Air Force and Indian Navy have defeated the Pakistani Army on which these terrorists were relying. There is no… pic.twitter.com/4vgoTAfX27
— ANI (@ANI) May 13, 2025
પાકિસ્તાન ઉંઘી શકતું નથી – હવે એની સામે ભારત છે
પીએમએ ચેતવણી આપી કે “પાકિસ્તાનના નેતાઓ હવે આપણા ડ્રોન અને મિસાઈલનો વિચાર કરીને ઊંઘી શકતા નથી. ભારત હવે સુધરેલા આત્મવિશ્વાસ સાથે કામ કરે છે. જે ભારત બુદ્ધની શાંતિ આપે છે એ જ ભારત ગુરુ ગોવિંદસિંહજી જેવી લડાઈ પણ લડી શકે છે.”
પ્રધાનમંત્રીએ અંતે કડક શબ્દોમાં ચેતવણી આપી: “આતંકવાદનો માર્ગ અપનાવનારાઓ માટે હવે ફક્ત એક જ પરિણામ છે – વિનાશ. તેમની મુલાકાત અને સંદેશાએ રાષ્ટ્રવ્યાપી મનોબળમાં નવી શક્તિ ભરી છે.