Rahu Gochar 2025: 18 મે 2025થી શરૂ થનારી રાહુની અસર 5 ડિસેમ્બર 2026 સુધી રહેશે અસરકારક
Rahu Gochar 2025: વૈદિક જ્યોતિષમાં રાહુને એક અદૃશ્ય અને માયાવી છાયા ગ્રહ તરીકે માનવામાં આવે છે, જે જીવનમાં અનિચ્છનીય પરિવર્તનો, અચાનક પડકારો અને મૂંઝવણો લઈને આવે છે. 18 મે 2025 ના રોજ સાંજે 4:30 વાગ્યે રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 29 મેના રોજ રાત્રે 11:03 વાગ્યે તે સ્પષ્ટ ગોચર કરશે. આ ગોચર 5 ડિસેમ્બર 2026 સુધી અસર કરશે. ખાસ કરીને કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો થોડી ચિંતાનો બની શકે છે.
કર્ક રાશિ માટે રાહુનું સ્થાન અને અસર
રાહુ કર્ક રાશિના જન્મકુંડળીમાં 8મા ભાવમાં ગોચર કરશે, જે રહસ્યો, અનુમાન વગરના પરિવર્તન અને અકસ્મિક ઘટનાઓનો ભાવ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકોને નીચે મુજબની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે:
- જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ ફરીથી ઉભરી શકે છે,
- નાણાકીય નુકસાન અથવા રોકાણોમાં ખોટ થવાની શક્યતા રહેશે.
- દાંપત્યજીવનમાં શંકા ઉભા થઈ શકે છે.
- ગુપ્ત શત્રુઓ, કાવતરાઓ મુશ્કેલી ઉભી કરી શકે છે.
- માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સ્થિતિમાં વધારો થઈ શકે છે.
ખતરાને ઓછું કરવા માટે સરળ ઉપાયો
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, નીચેના ઉપાયો દ્વારા રાહુની નકારાત્મક અસરથી બચી શકાય છે:
- જવનો ઉપાય: દરરોજ રાત્રે સૂતાં પહેલા માથા પાસે જવ રાખો અને સવારે તેનો દાન કરો.
- ગણેશ પૂજા: ભગવાન ગણેશની ઉપાસના કરો અને “ઓમ ગં ગણપતયે નમઃ” મંત્રનો રોજ 108 વાર જાપ કરો.
- કાળા તલનું ઉપયોગ: કાળા તલ પાણીમાં રેડો, ખાસ કરીને શનિવારે આ ઉપાય કરવો લાભદાયક રહે છે.
- સ્વાસ્થ્ય જાળવવું: નિયમિત આરોગ્ય ચકાસણી કરાવો, તેમજ યોગ અને ધ્યાનથી મનને શાંત રાખવાનો પ્રયાસ કરો.
- સદગુરુનો આશરો લો: આવા સમયમાં આધ્યાત્મિક માર્ગદર્શન તમારા માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે.
રાહુનો આ ગોચર કર્ક રાશિ માટે પડકારજનક છે, પણ યોગ્ય તૈયારી અને ઉપાયોથી તેનો અસરકારક રીતે સામનો કરી શકાય છે. આ સમયગાળા દરમિયાન ધીરજ અને સમજદારી જરૂરી રહેશે.