બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાને અત્યાર સુધીની ફિલ્મો દ્વારા લોકોનું ખૂબ દીલ જીત્યું છે. ફિલ્મોમાં તેમના સારા પરર્ફોમન્સના કારણથી જ તેણે બોલીવુડના કિંગ ખાન કહેવામાં આવે છે. પરંતુ હવે લાગે છે કે શાહરૂખ ખાન ફિલ્મોની સાથે-સાથે ઇન્ટેલિજેંસ એજન્સી માટે પણ કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, શાહરૂખ ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. જેમા તે કોઇ ઇંટેરોગેશન રૂમમાં બેસેલા જોવા મળી રહ્યા છે.
શાહરૂખ ખાનનો આ વીડિયો ખૂબ રસપ્રદ છે. તેની સાથે જ તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન કોઇ ઇંટેરોગેશન રૂમમાં બેઠેલો નજરે પડી રહ્યો છે અને તેની સામે એક વ્યક્તિ મોં પર રૂમાલ બાંધીને હાથ હથકડી પહેરીને બેસેલો દેખાઇ રહ્યો છે. તેને શેર કરતા તેણે લખ્યું, હું કોઇ ઇંટેરોગેશન રૂમમાં બેસીને શુ કરી રહ્યો છું? અનુમાન લગાવતા રહો. કારણકે ટ્રેલર હજી બાકી છે. જણાવી દઇએ કે કિંગ ખાનનો આ વીડિયો નેટફ્લિક્સનો છે. જેને પેન્સના મગજમાં હલચલ મચાવી દીધી છે.
આ પહેલા શાહરૂખ ખાને અન્ય એક વીડિયો શેર કર્યો હતો આ વીડિયોમાં તેની પર ઇંટેરોગેટરની નોકરી માટે કોલ આવે છે. તેની પર શાહરૂખ ખાન કહે છે કે તે દરેક વસ્તુની એક્ટિંગ સારી રીતે કરી શકે છે. પરંતુ બીજા જ પળે શાહરૂખ ખાન આ સાંભળીને ચોંકી જાય છે કે આ કોઇ ફિલ્મ માટે નહીં પરંતુ ઇન્ટેલિજેન્સ એજન્સી માટે છે. આ વીડિયોને પોસ્ટ કરતા શાહરૂખ ખાને લખ્યું, જે તેની સાથે ઘણા પ્રશ્નોને છોડી ગયો છે.
જણાવી દઇએ કે શાહરૂખ ખાન હાલ ફિલ્મોથી દૂર નેટફ્લિક્સના બે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. જોકે, તેનું પ્રોડક્શન હાઉસ નેટફ્લિક્સની બે વેબ સીરીઝ તૈયાર કરી રહ્યું છે. જેમાથી એક તો હૉરર સીરીઝ ‘બેતાલ’ અને બીજી ઇમરાન હાશમીની થ્રિલર ‘બાર્ડ ઑફ બ્લડ’ છે.