PM Modi Gujarat visit 2025: આગામી 15 દિવસમાં ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના વિવિધ કાર્યક્રમો અને સૈન્ય સેન્ટરની મુલાકાતનું આયોજન
PM Modi Gujarat visit 2025: પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાનો જવાબ આપતા ભારત સરકારે ઓપરેશન સિંદૂર ચલાવી મોટુ કડક પગલું ભર્યું છે. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા અનેક આતંકી કેમ્પો પર હાથ ધર્યો અને 100 કરતાં વધુ આતંકીઓને નષ્ટ કરી દીધા છે. આ સફળતાના પગલે બંને દેશ વચ્ચે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે. દેશભરમાં આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી છે અને હવે ગુજરાતમાં પણ આ કાર્યક્રમનું જોરદાર આયોજન થવાની તૈયારી ચાલી રહી છે.
ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના વિઝિટની શક્યતા
આગામી 15 દિવસમાં પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે આવી શકે છે. મુખ્યત્વે, રાજનાથ સિંહ 16 મેના રોજ કચ્છના ભુજ એરબેઝની મુલાકાત લેવાની શક્યતા છે. જ્યારે અમિત શાહ 17 અને 18 મેના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. ઉપરાંત, તેઓ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પણ એક સભાનું આયોજન કરી શકે છે.
પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ
પ્રાપ્ત માહિતી મુજબ પીએમ મોદી 27 મેના રોજ ગુજરાત આવી શકે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ કચ્છના સરહદી વિસ્તારોનું નિરીક્ષણ કરશે. પીએમ મોદી સૈન્ય દળો સાથે મુલાકાત અને સંવાદ કરશે અને ઓપરેશન સિંદૂર માટે રચાયેલા સેન્ટરના પણ નિરીક્ષણ કરશે. પીએમ મોદીના કાર્યક્રમનું અંતિમ આયોજન તાજેતરમાં કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત સરકારે આ મહત્ત્વપૂર્ણ પ્રવાસ માટે તમામ વ્યવસ્થાઓ શરુ કરી છે અને સુરક્ષા અને આયોજન ટીમો કાર્યરત છે.