જન્માષ્ટમીનો તહેવાર દરેક કૃષ્ણ ભક્તો માટે ખૂબ ખાસ હોય છે. એવામાં આપણે દરેક આ વાતથી વાકેફ છીએ કે કૃષ્ણને મોરપીંછાથી ખૂબ લગાવ છે. એવામાં મોરપીંછાથી ઘણા ઉપાય પણ કરી શકાય છે જેનાથી તમે માલામાલ થઇ શકો છો. આજે અમે તમને મોરપીંછા અંગે કેટલીક ખાસ વાતો જણાવવા જઇ રહ્યા છીએ। જે તમે અપનાવી શકો છો. ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવનાર મોરપીંછા તમારી કિસ્મત બદલી શકે છે. કહેવાય છે તેનાથી જોડાયેલા કેટલાક ઉપાય જન્માષ્ટમીને લઇને કરવામાં આવે તો લાભ જ લાભ થાય છે. તો આવો જોઇએ કેટલાક ઉપાય જેનાથી તમે ધનવાન બની શકો છો.
– કહેવાય છે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિ રાખવા માટે રોજ આરતી કે પૂજા પાઠ બાદ ઘરમાં મોર પીંછુ ફેરવવુ જોઇએ જેથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને સાથે જ કોઇ પ્રકારની મુશ્કેલીઓ આવતી નથી.
– તેની સાથે જ જન્માષ્ટમી માટે મોરપીંછા ઘરમાં કોઇ એવી જગ્યા પર લગાવવું જોઇએ જ્યાં તમે ઘરમાં આવનારા દરેક લોકોની નજર પહેલા પડે. કારણકે આજથી નહિં પરંતુ યુગોથી મોરપીંછાને ઘરમાં રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે અને કહેવાય છે ઘરના અલગ-અલગ ખૂણામાં મોર પીંછા લગાવવાથી આશરે દરેક પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે.