Kedaranath Dham Accident ટેકનિકલ ખામી વચ્ચે પાઇલટની સમયસૂચકતાથી જાનહાનિ ટળી; હેલીકોપ્ટર સેવાઓની સલામતી ફરી પ્રશ્નચિહ્ન હેઠળ
Kedaranath Dham Accident કેદારનાથ ધામ, ઉત્તરાખંડ – શનિવારના દિવસે કેદારનાથ ધામ ખાતે એક મોટી દુર્ઘટના તલિન થઇ ગઈ જ્યારે AIIMS ઋષિકેશના એક સરકારી હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. હેલી એમ્બ્યુલન્સ તરીકે કાર્યરત આ હેલિકોપ્ટરમાં ડોક્ટરોની ટીમ એક દર્દીને લાવવામાં આવી રહી હતી ત્યારે ટેકનિકલ ખામી સર્જાઈ.
હેલિકોપ્ટર કેદારનાથ હેલિપેડ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તેની પાછળની પૂંછડીનો ભાગ તૂટી ગયો. ઘટનાથી તરતપછી થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો, પરંતુ પાઇલટે ખૂબ સમજદારીથી નિયંત્રણ જાળવી રાખ્યું અને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે ઉતાર્યું. હેલિકોપ્ટરમાં સવાર તમામ ડોક્ટરો સુરક્ષિત છે અને કોઈ પણ જાતની જાનહાનિ નથી થઈ.
હેલિકોપ્ટર સેવાઓની સલામતી પર ઊભા થયેલા પ્રશ્નો
પ્રાપ્ત માહિતી અનુસાર, આ હેલિકોપ્ટર ઋષિકેશ AIIMSની માલિકી ધરાવતું હતું અને તેની અંદર તબીબી ટીમના ત્રણ સભ્યો સવાર હતા. હેલિકોપ્ટરનું મકસદ કેદારનાથથી એક ગંભીર દર્દીને ઋષિકેશ લાવવાનું હતું. પરંતુ આટલા અગત્યના કાર્ય દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા એર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું.
હાલમાં, હેલિકોપ્ટરના પાછળના ભાગમાં થયેલ નુકસાનની તપાસ કરવામાં આવી રહી છે. પણ આ ઘટના એ તાજેતરના ઘટનાઓની લાઇનમાં એક વધુ ઉદાહરણ છે, જ્યાં હેલિકોપ્ટર સેવાઓની સલામતી પર સવાલ ઊભા થયા છે.
યાત્રાળુઓની સુરક્ષા માટે સત્તાવાળાઓએ પગલાં લેવાની જરૂર
કેદારનાથ ધામ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે અને ઘણાં લોકો હેલિકોપ્ટર દ્વારા યાત્રા પસંદ કરે છે. આવા સમયમાં હેલિકોપ્ટર સેવામાં થતી ખામીઓ ભવિષ્યમાં ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે છે.
વહીવટીતંત્રે હવે હેલિકોપ્ટર સેવાઓ માટે વધુ કડક નિરીક્ષણ અને ક્વાલિટી ચેકની જરૂરિયાત હોવાની સ્પષ્ટતા થઇ છે. યાત્રાળુઓની સુરક્ષા માટે તકેદારીપૂર્વકના પગલાં હવે સમયની માંગ છે.