EPFO ની નવી સેવાઓથી PF ખાતા સાથે સંબંધિત કામો હવે ઝડપથી અને સરળતાથી થઈ શકશે, જાણી લો 5 મોટા સુધારાઓ વિશે.
EPFO (Employees’ Provident Fund Organisation) દેશભરમાં 7 કરોડથી વધુ કર્મચારીઓ માટે ભવિષ્યનિધિ અને પેન્શન સંબંધિત કામગીરી સંભાળે છે. અગાઉ અનેકવાર ધીમી સેવાઓ અને દસ્તાવેજી પ્રક્રિયાઓને કારણે સભ્યોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ 2025માં EPFO એ સેવાને વધુ ઝડપી, ડિજિટલ અને પારદર્શી બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.
1. PF બેલેન્સ ચેક કરવાની સરળ રીત
હવે PF બેલેન્સ જાણવા માટે EPFO પોર્ટલ પર લોગિન કરવાની જરૂર નથી. તમે નીચેની રીતે સરળતાથી બેલેન્સ ચકાસી શકો છો:
- SMS સેવા: તમારું UAN સક્રિય હોવું જોઈએ. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738299899 પર “EPFOHO UAN HIN” મોકલવાથી બેલેન્સની જાણકારી મળે છે. ભાષા માટે HIN (હિન્દી), ENG (અંગ્રેજી) વગેરે લખી શકાય છે.
- મિસ્ડ કોલ: 011-22901406 પર મિસ્ડ કોલ આપવાથી તમને બેલેન્સનો એસએમએસ મળશે. KYC અપડેટ હોવું ફરજિયાત છે.
2. પ્રોફાઇલ અપડેટ કરવાની નવી પદ્ધતિ
UAN આધાર સાથે લિંક હોય તો હવે નામ, જન્મ તારીખ, લિંગ અને રાષ્ટ્રીયતા જેવી માહિતી ઑનલાઇન અપડેટ કરી શકાય છે. પહેલા આ માટે નોકરીદાતાની મંજૂરી આવશ્યક હતી, જે હવે કેટલીક વિગતો માટે જરૂરી નથી રહી.
3. પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર વધુ ઝડપથી
EPFO હવે PF ટ્રાન્સફર પ્રક્રિયા પણ સરળ બનાવી છે. 15 જાન્યુઆરી 2025 પછી, ઘણા કિસ્સાઓમાં નોકરીદાતાની મંજૂરી વિના PF રકમ નવી કંપનીના ખાતામાં ટ્રાન્સફર થઈ શકશે.
4. પેન્શન ચુકવણી હવે સમયસર
CPPS (Centralized Pension Payment System) દ્વારા હવે પેન્શન સીધું બેંક ખાતામાં જમા થશે. અગાઉ વિલંબ પેડા કરતી PPO ટ્રાન્સફર પ્રક્રિયા હવે બંધ થઈ ગઈ છે, જેના કારણે નિયમિત પેન્શન ચુકવણી સુનિશ્ચિત થઈ રહી છે.