Allahabad High Court મુસ્લિમ પુરુષો ચાર લગ્ન કરે પરંતુ…: અલ્હાબાદ હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી
Allahabad High Court અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પુરુષોના બહુપત્નીત્વ (Multiple Marriages) અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું છે કે કોઈપણ મુસ્લિમ પુરુષ બીજા લગ્ન ત્યારે જ કરી શકે જ્યારે તે પોતાની બધી પત્નીઓ સાથે સમાન વ્યવહાર કરવાની ક્ષમતા ધરાવતો હોય.
મુરાદાબાદના એક મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જણાવ્યું હતું કે કુરાનમાં શરતી પરવાનગી આપવામાં આવી છે, જેનો ઉદ્દેશ વિધવાઓ અને અનાથ મહિલાઓનું રક્ષણ કરવાનો છે. પણ આજે કેટલાક લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે.
શું છે સમગ્ર કેસ?
ફુરકાન નામના અરજદાર અને બે અન્ય લોકો વિરુદ્ધ મૈનાઠેર પોલીસ સ્ટેશનમાં 2020માં FIR દાખલ કરવામાં આવી હતી. આરોપ મુજબ, ફુરકાને પહેલાથી જ પરિણીત હોવા છતાં બીજી વાર લગ્ન કર્યા અને શારીરિક શોષણ કર્યો. તેમની સામે IPC ની કલમ 376 (બળાત્કાર), 495, 120B, 504 અને 506 હેઠળ કેસ દાખલ થયો હતો.
અરજદારના વકીલોએ દલીલ કરી કે મુસ્લિમ કાયદા મુજબ પતિ ચાર લગ્ન કરી શકે છે, અને IPC કલમ 494 લાગુ થતી નથી. Gujarat High Court ના 2015ના ચુકાદાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારનો જવાબ
સરકારના વકીલોએ દલીલ કરી કે બીજા લગ્ન હંમેશા માન્ય ગણાતા નથી. જો પહેલા લગ્ન હિન્દુ ધર્મ મુજબ થયેલા હોય અને પછી ઇસ્લામ અપનાવી બીજા લગ્ન કરાયા હોય, તો આવા લગ્ન IPC 494 મુજબ અમાન્ય ગણાય.
હાઈકોર્ટનો નિર્ણય
818 પાનાના ચુકાદામાં કોર્ટે જણાવ્યું કે બંને પત્નીઓ મુસ્લિમ છે અને લગ્ન શરિયત મુજબ થયા છે. હાલના તબક્કે IPC 376 અને 495 હેઠળ આરોપ સાબિત થતા નથી. કોર્ટએ વિપક્ષને નોટિસ ફટકારી છે અને 26 મે, 2025 પછીની સુનાવણી સુધી દમનકારી પગલાં નહીં લેવાં એમ જણાવ્યું છે.