Codex: OpenAI નું નવું AI સહાયક, હવે કોડિંગ થશે વધુ સરળ અને ઝડપથી
OpenAI એ તેની નવીનતમ કૃતિમ બુદ્ધિ આધારિત ટૂલ ‘Codex’ લોન્ચ કર્યું છે, જેનાથી હવે સોફ્ટવેર ડેવલપમેન્ટ અને કોડિંગ પહેલાં કરતાં ઘણું સરળ બનશે. આ ટૂલ ખાસ કરીને ChatGPT Pro, Enterprise અને Team વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. Codex એ એક વર્ચુઅલ કોડિંગ સહાયક છે, જે લોકોની ભાષામાં આપવામાં આવેલી સૂચનાઓને કમ્પ્યુટર કોડમાં પરિવર્તિત કરે છે.
Codex શું છે અને કેમ છે ખાસ?
Codex OpenAIના o3 reasoning મોડેલ પર આધારિત છે. તે બગ ફિક્સિંગ, કોડ લખવું, ટેસ્ટ જનરેટ કરવો અને ટેક્નિકલ પ્રશ્નોના જવાબ આપવી જેવી વિવિધ કામગીરી હેન્ડલ કરી શકે છે. આ ટૂલ નમ્રતાપૂર્વક માનવ જેવી કોડિંગ પદ્ધતિ અપનાવે છે અને તેનું મુખ્ય ઉદ્દેશ છે વિકાસકર્તાઓના સમય અને પ્રયત્નોની બચત કરવી.
today we are introducing codex.
it is a software engineering agent that runs in the cloud and does tasks for you, like writing a new feature of fixing a bug.
you can run many tasks in parallel.
— Sam Altman (@sama) May 16, 2025
કેમ કામ કરે છે Codex?
Codex ક્લાઉડ આધારિત વર્કસ્પેસમાં કાર્ય કરે છે જ્યાં દરેક પ્રોજેક્ટ અલગ રીતે સંચાલિત થાય છે. વપરાશકર્તા ટેક્સ્ટ પ્રોમ્પ્ટ દ્વારા સૂચના આપે છે, અને Codex તેને કોડમાં પરિવર્તિત કરે છે. જો કોડમાં કોઈ ભૂલ હોય, તો તે જાતે તેને શોધીને સુધારવાનો પ્રયાસ પણ કરે છે. દરેક પગલું ટર્મિનલ લોગ અને ટેસ્ટ આઉટપુટ સાથે ટ્રેસ કરી શકાય છે, એટલે ટ્રાન્સપરન્સી પણ સંપૂર્ણ રહે છે.
શરૂઆત કેવી રીતે કરશો?
Codex ChatGPT ના સાઇડબારમાં ઉપલબ્ધ છે. તમારે ફક્ત તમારી જરૂરિયાતો જણાવવી છે—જેમ કે “મને લોગિન પેજ માટે HTML કોડ બનાવો”—અને Codex તરત જવાબ આપે છે. જો કોઈ પ્રશ્ન હોય તો “પૂછો” બટન દ્વારા તમે સ્પષ્ટતા માંગી શકો છો.
Openai literally just eliminated the ENTIRE SOFTWARE ENGINEERING field with codex
Its a brand-new autonomous coding agent that can build features and fix bugs on its own.
Here are 10 WILD examples: pic.twitter.com/x3XQVhPump
— Lando (@Land0xx) May 16, 2025
કઈ રીતે મેળવી શકાય Codex નો લાભ?
હાલમાં Codex ફક્ત ChatGPT Pro, Enterprise અને Team પ્લાન ધરાવતા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. OpenAI ભાવિ સમયમાં Codex ને Plus અને Edu પ્લાન માટે પણ ઉપલબ્ધ કરાવવાની યોજના ધરાવે છે.
Codex એ OpenAI દ્વારા સોફ્ટવેર ડેવલપમેન્ટ જગતમાં કરાયેલું મહત્વપૂર્ણ પગલું છે, જે નિષ્ણાતો માટે સમય બચાવનાર અને નવા શીખનાર માટે માર્ગદર્શક બની શકે છે. હવે દરેક ઘરમાં એન્જિનિયર અને કોડર બનવાની શક્યતા સાકાર થઇ રહી છે.