Operation Sindoor દેશવિરુદ્ધ ખોટી જાણકારીનો પર્દાફાશ કરવા ભારતની વૈશ્વિક પ્રયાસો તીવ્ર
Operation Sindoor ઓપરેશન સિંદૂર બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરુદ્ધ ફેલાતી ખોટી માહિતી અને પ્રોપગેન્ડા સામે લડવા માટે ભારત સરકારે 7 સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળોનું ઘઠન કર્યું છે. આ પ્રતિનિધિમંડળો વૈશ્વિક સ્તરે ભારતની દ્રષ્ટિ અને સાચી હકીકતો રજૂ કરશે.
પ્રતિનિધિમંડળો અમેરિકાથી લઈને યુરોપ, આફ્રિકા અને એશિયા સુધી વિવિધ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુર અમેરિકાસહિત લેટિન અમેરિકાના દેશોમાં જઈ રહેલા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. જોકે, મીડિયાની પૂછપરછ પર તેમણે કહ્યું કે, “હું હમણાં કંઈ કહેવાનો નથી, મારી ટીમને બ્રીફિંગ હજુ મળવાનું બાકી છે.”
વિશિષ્ટ દેશો માટે રચાયેલા જૂથો અને અગ્રણીઓ
1. ગ્રુપ-1 (મિડલ ઈસ્ટ): ભાજપના બૈજયંત પાંડાના નેતૃત્વમાં આ જૂથ સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયાની મુલાકાત લેશે. તેમાં અસદુદ્દીન ઓવૈસી અને ગુલામ નબી આઝાદ જેવા નેતાઓ પણ સામેલ છે.
2. ગ્રુપ-2 (યુરોપ): રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં યુકે, ફ્રાન્સ, ઇટાલી, અને EU દેશોની મુલાકાત. સામેલ છે એમજે અકબર, પ્રિયંકા ચતુર્વેદી અને અમર સિંહ.
3. ગ્રુપ-3 (પૂર્વ એશિયા): સંજય ઝા (JDU)ના નેતૃત્વમાં જાપાન, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોની મુલાકાત. સલમાન ખુર્શીદ અને યુસુફ પઠાણ પણ સમાવેશ પામ્યા છે.
4. ગ્રુપ-4 (યુએઈ અને આફ્રિકા): શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં UAE, લાઇબેરિયા, કોંગો વગેરેમાં મુલાકાત. બાંસુરી સ્વરાજ અને સસ્મિત પાત્રા પણ સામેલ છે.
5. ગ્રુપ-5 (અમેરિકા અને લેટિન અમેરિકાઃ) શશિ થરુરના નેતૃત્વમાં અમેરિકાની સાથે બ્રાઝિલ, પનામા, કોલંબિયા અને ગુયાનાની મુલાકાત.
6. ગ્રુપ-6 (રશિયા અને યુરોપ): ડીએમકેની કનિમોઝી રશિયા, સ્પેન, ગ્રીસમાં જશે. આપના ડો. મિત્તલ અને એનસીના મિયાં અલ્તાફ પણ જોડાયા છે.
7. ગ્રુપ-7 (આફ્રિકા અને મધ્ય પૂર્વ): સુપ્રિયા સુલેના નેતૃત્વમાં દક્ષિણ આફ્રિકા, કતાર, ઇજિપ્ત વગેરેની મુલાકાત. અનુરાગ ઠાકુર અને મનીષ તિવારી પણ સાથે છે.
વિશ્વ મંચ પર ભારતના પક્ષને મજબૂત કરવાની કવાયત
વિદેશ મંત્રાલયના સહયોગથી ચાલતી આ ઝૂંબેશનો હેતુ વિશ્વ મંચ પર ભારતના આતંકવાદ વિરોધી અભિગમને સાચી રીતે રજૂ કરવાનો છે. વિરોધપક્ષના નેતાઓનો પણ સામાવેશ થતાં, સરકાર સંદેશ આપી રહી છે કે રાષ્ટ્રીય હિત માટે રાજકીય ભેદભાવ પર નહિ પણ સહમતિ પર ભાર છે.