IPL 2025 પ્લેઓફ પહેલાં મોટો ફેરફાર: ત્રણ નવા ચહેરાઓ ટીમમાં જોડાયા
IPL 2025 દરમિયાન સતત ઉતાર-ચઢાવ ભરી મેચોની વચ્ચે હવે પ્લેઓફનો સમય નજીક આવી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પહેલેથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકેલી છે. ચોથી જગ્યાને લઈને જોરદાર રેસ ચાલી રહી છે, જેમાં સૌથી મજબૂત દાવેદાર તરીકે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સામે આવી રહી છે. આ રેસને વધુ મજબૂત બનાવતા, મુંબઈ ઇન્ડિયન્સે પ્લેઓફ પહેલાં ત્રણ નવા ખેલાડીઓને ટીમમાં જોડીને મોટો નિર્ણય લીધો છે.
વિશેષ વાત એ છે કે આ ત્રણેય ખેલાડીઓને મીડી સીઝન રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યા છે, કારણ કે અગાઉના કેટલાક વિદેશી ખેલાડીઓ રાષ્ટ્રીય ફરજના કારણે IPLમાં પાછા ફરી શક્યા ન હતા.
કોણ છે નવા ખેલાડીઓ?
મુંબઈ ઇન્ડિયન્સે ટીમમાંથી વિલ જેક્સ, રાયન રિકોલ્ટન અને કોર્બિન બોશને મુક્ત કર્યા છે. આ ત્રણ ખેલાડીઓના સ્થાને નવી પસંદગીઓ કરવામાં આવી છે:
,
Read more ➡ https://t.co/ElbI4MeVBE#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/6vyC8FmW3d
— Mumbai Indians (@mipaltan) May 20, 2025
- જોની બેયરસ્ટો (ઇંગ્લેન્ડ): આ વીકેટકીપર-બેટ્સમેનને વિલ જેક્સના સ્થાને લેવામાં આવ્યા છે. જોની બેયરસ્ટોનો IPL અનુભવ અને તેમને મળેલી આંતરરાષ્ટ્રીય મેચોની અનુભવ ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમની કિંમત ₹5.25 કરોડ રાખવામાં આવી છે.
- રિચાર્ડ ગ્લીસન (ઇંગ્લેન્ડ): ફાસ્ટ બોલિંગ વિકલ્પ તરીકે રાયન રિકોલ્ટનની જગ્યાએ ગ્લીસનને ₹1 કરોડ રૂપિયામાં સામેલ કરવામાં આવ્યા છે. ગ્લીસનની બાઉન્સ અને સ્પીડ મુંબઇના બોલિંગ વિભાગને મજબૂત બનાવશે.
- ચરિથ અસલંકા (શ્રીલંકા): મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે આવતા ચરિથ અસલંકા, જેની કિંમત ₹75 લાખ છે, તેઓ કોર્બિન બોશના સ્થાને ટીમમાં જોડાયા છે. તેમની ક્ષમતા સ્પિન રમતાં રમતાં રન બનાવવાની ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
News
Mumbai Indians pick replacements for Will Jacks, Ryan Rickelton and Corbin Bosch.#TATAIPL | @mipaltan | Details
— IndianPremierLeague (@IPL) May 20, 2025
ટીમ માટે શું અર્થ છે આ ફેરફાર?
મુંબઈ ઇન્ડિયન્સ માટે આ નવા ખેલાડીઓ મજબૂત બેટિંગ અને બોલિંગ વિકલ્પ તરીકે ઉમેરાયા છે. જોની બેયરસ્ટો ટોપ ઓર્ડરમાં ફટાકેદાર શરૂઆત આપી શકે છે, રિચાર્ડ ગ્લીસન અંતિમ ઓવરોમાં અસરકારક સાબિત થઈ શકે છે અને ચરિથ અસલંકા મિડલ ઓર્ડરને સ્થિરતા આપે છે.
જો મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય કરે છે, તો આ ત્રણ ખેલાડીઓ ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ નવા ખેલાડીઓ ટીમના ભાગ્યને કેવી રીતે બદલે છે.