ઓગસ્ટ મહિનામાં હીરો મોટોકૉર્પ પોતાના ગ્રાહકો માટે ‘હીરો સ્કૂટર્સ મહા કાર્નિવલ’ના નામે પોતાના તમામ સ્કૂટર્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. આ ઑફરમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ, લૉયલ્ટી અને એક્સચેન્જ બોનસની સુવિધા મળશે.
ફક્ત 999 રૂપિયામાં ઘરે લઇ જાઓ સ્કૂટર
હીરો મોટોકૉર્પે ‘હીરો સ્કૂટર્સ મહા કાર્નિવલ’માં ગ્રાહકો માટે ઓછા ડાઉન પેમેન્ટની ઑફર લૉન્ચ કરી છે. આ ઑફરમાં ફક્ત 999 રૂપિયાની ડાઉન પેમેન્ટ પર ગ્રાહક પોતાનું મનપસંદ સ્કૂટર ઘરે લઇ જઇ શકે છે. બાકીની પેમેન્ટને સરળ EMIમાં ચુકવી શકાશે. આ ઉપરાંત કંપનીએ 6.99નો ઓછો વ્યાજ દર રાખ્યો છે.
શિક્ષકો માટે ખાસ ડિસ્કાઉન્ટ
દેશમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે તેવામાં આ અવસરે કંપનીએ શિક્ષકો માટે 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઑફરની વધુ જાણકારી માટે સીધો હીરો મોટોકૉર્પ ડીલરશીપનો સંપર્ક સાધો.
પેટીએમથી બુક કરવાથી મળશે આ ફાયદા
જો તમે હીરોનું કોઇપણ સ્કૂટર પેટીએમથી બુક કરશો તો તમને 8500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ વાઉચર મળશે જેને તમે અલગ અલગ જગ્યાઓ યુઝ કરી શકો છો. ડિસ્કાઉન્ટ વાઉચરની જાણકારી તમને પેટીએમ વેબસાઇટ પર મળી જશે.
એક્સચેન્જ કે લૉયલ્ટી બોનસ
આ ઉપરાંત કંપની પોતાના ગ્રાહકો માટે 4000 રૂપિયાનું સ્પેશિયલ એક્સચેન્જ બેનિફિટ અથવા 2000 રૂપિયાની રૉયલ્ટી બેનિફિટ ઑફર પણ આપી રહી છે. ગ્રાહકો પોતાની જરૂરિયાત પ્રમાણે તેને સિલેક્ટ કરી શકે છે. ઑફર ફક્ત 31 ઓગસ્ટ સુધી માન્ય છે. કોઇપણ ઑફર્સની જાણકારી લીધા વિના કોઇ સોદો ન કરો. તમે તે જ મોડલ પસંદ કરો જે તમને પસંદ હોય. કારણ કે ડીલરશીપવાળા મોટાભાગે તે મોડલ વધુ વેચવાનો પ્રયાસ કરે છે જેની માંગ નથી હોતી.