શોધકર્તાઓએ હવે એવી સ્માર્ટફોન એપ્લિકેશનથી વિકસિત કરી છે, જેનાંથી માતા-પિતાએ યોગ્ય રીતે જાણી શકશે કે તેમનું બાળક શું વિચારી રહ્યુ છે અને શું અનુભવી રહ્યુ છે. શોધકર્તાઓએ આ એપ્લિકેશનને “બેબી માઈન્ડ” નામ આપ્યુ છે. આ એપ માતા-પિતાને બાળકના દ્રષ્ટિકોણથી વિચારવાની અને સમજવાની સુવિધા આપે છે. તેનાથી માતા-પિતા દરરોજ સમજી શકશે કે તેમનું બાળક શું વિચારી રહ્યુ છે.
આ એપ માતા-પિતાને તેમના બાળકની મનોવૈજ્ઞાનિક વિકાસની સચોટ જાણકારી આપે છે. શોધકર્તાઓએ આ એપની ઉપયોગિતા પર અધ્યયન માટે માતાઓનું એક ગ્રુપ બનાવ્યુ હતુ અને બાળકને જન્મ આપ્યા બાદ આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે કહ્યુ હતુ. તેમણે આ એપ બાળકનાં જનમથી લઈને છ મહિના સુધી કર્યો હતો. શોધકર્તાઓએ પોતાના બાળકો સાથે રમી રહેલાં માતા-પિતાઓનું ઝીણવટભર્યો અભ્યાસ કર્યો અને જાણ્યુ હતુકે, તેઓ બાળકોનાં વિચારો અને ભાવનાઓને સમજવામાં અભ્યસ્ત છે.
આ લોકોની તુલનામાં એવા માતા-પિતા સાથે કરવામાં આવી હતી, જેમના બાળકો છ મહિનાના થઈ ગયા હતા અને તેમણે આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો ન હતો. અભ્યાસમાં સામે આવ્યુ હતુકે, જે માતા-પિતાઓએ આ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. તેઓ પોતાના બાળકની ભાવનાઓ અને વિચારોને બહુજ સારી રીતે સમજતા હતા. ન્યૂયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર એલિઝાબેથ મીન્સે જણાવ્યુ હતુકે, આ એપનો ઉપયોગ કરવાના ઘણા ફાયદાઓ છે. આ ઓછો ખર્ચાળ છે અને ઉપયોગમાં બહુજ સરળ છે. તેમણે જણાવ્યુ હતુકે, તેઓ ઈચ્છે છેકે, માતા-પિતા અને બાળકોનાં સંબંધોની ગુણવત્તામાં વધારે સુધારો થઈ શકે છે.