IPL 2025 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરીથી IPL ફાઇનલનું યજમાન બન્યું
IPL 2025 IPL પ્રેમીઓ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. BCCIએ જાહેરાત કરી છે કે IPL 2025ની ફાઈનલ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ફરી એકવાર આ ગ્રાન્ડ ઈવેન્ટનું યજમાન બનશે. મંગળવારે યોજાયેલી BCCIની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફક્ત ફાઈનલ જ નહીં, પરંતુ IPL 2025ની પહેલી ક્વોલિફાયર મેચ પણ આ મેદાન પર યોજાશે. પ્રથમ ક્વોલિફાયર 1 જૂને યોજાવાની છે. આ સાથે, ફરી એકવાર ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ, T20 ક્રિકેટના વિશાળ મંચ પર કેન્દ્રસ્થાન બની ગયું છે.
મુલ્લાનપુરમાં પણ મોટા મેચોની તૈયારી
BCCIએ ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ માટે નવા સ્થળ તરીકે ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુરને પસંદ કરવાનો વિચાર પણ વ્યક્ત કર્યો છે. તાજેતરના અપડેટ મુજબ, IPL 2025 ની પહેલી ક્વોલિફાયર મેચ 29 મેના રોજ મુલ્લાનપુર ખાતે રમાવાની શક્યતા છે, જયારે એલિમિનેટર મેચ 30 મેના રોજ એ જ સ્થળે યોજાવાની સંભાવના છે.
હાલમાં BCCI તરફથી મુલ્લાનપુર માટે અંતિમ અને સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, પરંતુ સ્થાનિક સંયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો આ stadium ને મંજૂરી મળી જશે, તો પંજાબ માટે આ એક ઐતિહાસિક ક્ષણ બની શકે છે – કારણ કે IPLના નોકઆઉટ મૅચ આ વિસ્તારમાં પહેલીવાર રમાશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી પાછળનું કારણ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અગાઉ પણ ઘણી મહત્વપૂર્ણ મેચોનું યજમાન રહી ચૂક્યું છે, જેમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ, IPL 2022 અને 2023ની ફાઈનલ તેમજ અનેક આંતરરાષ્ટ્રીય મેચોનો સમાવેશ થાય છે. તેની વિશાળ ક્ષમતા, આધુનિક સુવિધાઓ અને લોકપ્રિયતા તેને IPL જેવી વિશાળ ઇવેન્ટ માટે આદર્શ સ્થળ બનાવે છે.
આ નિર્ણય સાથે IPL 2025ની તૈયારીઓએ ઝડપ પકડી છે અને cricket પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે. હવે દર્શકો 3 જૂનના ફાઈનલ શો માટે ટિકિટ બુકિંગ અને આયોજન માટે આતુર છે.