Golden Dome: અમેરિકાનું અત્યારેનું સૌથી મોટું મિસાઇલ ડિફેન્સ પગલું
Golden Dome અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦ મે, ૨૦૨૫ના રોજ ‘ગોલ્ડન ડોમ’ નામની નવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની જાહેરાત કરી છે. આ નવી સુરક્ષા પ્રણાળી અમેરિકા માટે ચીન અને રશિયા તરફથી ઊભરતાં જોખમોને પહોંચી વળવા માટે એક મોટું અને ઐતિહાસિક પગલું ગણાય છે. આ ગોળાકાર ડિફેન્સ સિસ્ટમ ઇઝરાયલની જાણીતી ‘આયર્ન ડોમ’ની જેમ કાર્ય કરશે, પણ ટેકનોલોજી અને વ્યાપકતામાં તેને અનેકગણું આગળ માનવામાં આવી રહી છે.
ટ્રમ્પનું વચન અને નિર્ણય
વ્હાઇટ હાઉસમાંથી આપેલી જાહેરાતમાં ટ્રમ્પે જણાવ્યું કે તેમણે ચૂંટણી દરમિયાન અમેરિકન લોકોને એક અદ્યતન મિસાઇલ ડિફેન્સ કવચ વિકસાવવાનો વચન આપ્યું હતું. હવે, તેમણે તેના માટે $175 બિલિયનના ભંડોળ સાથે ડિઝાઇન પસંદ કરાઈ છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે “મારા કાર્યકાળના અંત સુધીમાં ‘ગોલ્ડન ડોમ’ સંપૂર્ણ રીતે કાર્યરત થશે.”
Watch live: Trump on Golden Dome missile shield plans https://t.co/tMyQYSPaif https://t.co/tMyQYSPaif
— Reuters (@Reuters) May 21, 2025
ટ્રમ્પે ખાતરી આપી છે કે ગોલ્ડન ડોમ માટે ઉપયોગમાં લેવામાં આવનારી તમામ ટેકનોલોજી અને સાધનો યુનાઇટેડ સ્ટેટ્સમાં જ બનાવવામાં આવશે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે કેનેડાએ આ પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો છે અને અમેરિકાએ પોતાના નજીકના ભાગીદારને ટેકો આપવાનો નિણર્ય કર્યો છે.
ટેકનોલોજી અને નેતૃત્વ
આ ગોલ્ડન ડોમ પ્રોજેક્ટમાં સર્વેલન્સ અને હુમલાખોર ઉપગ્રહોનો વિશાળ નેટવર્ક હશે, જે દુશ્મન મિસાઇલ લોન્ચ થયા પછી તરત તેને શોધી અને નિશાન પર લઈ શકશે. આ સિસ્ટમ અંતરિક્ષમાંથી જ પ્રતિસાદ આપશે, જેને કારણે પૃથ્વી પરની સુરક્ષા વધુ મજબૂત બને તેવી ધારણા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ મહત્વાકાંક્ષી યોજના માટે યુએસ સ્પેસ ફોર્સના જનરલ માઈકલ ગુએટલિનને મુખ્ય પ્રોગ્રામ મેનેજર તરીકે નિમ્યા છે. ગુએટલિન હવે સમગ્ર પ્રોજેક્ટનું નેતૃત્વ છે.
ગોલ્ડન ડોમ માત્ર એક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ નથી, પણ અમેરિકાના આંતરરાષ્ટ્રીય સુરક્ષા નેટવર્કનો મોટો ભાગ બનશે. ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે, આ પ્રણાળી માત્ર રક્ષણ પૂરતું નહીં પણ ભારત, કેનેડા જેવા મૈત્રીપૂર્ણ દેશોને ટેકો આપવાના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ સાબિત થશે.