વાપી રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર-1 ઉપર રવિવારે રાત્રીએ ફ્લાઈંગ રાણી ટ્રેનને દૂરથી આવતી જોતા જ બે યુવાનો હાથમાં હાથ ભીડી પાટા ઉપર ગળા મૂકી સૂઇ જતા બંનેના માથા ધડથી અલગ થઈ ગયા હતા.
મૃતકો પૈકી એક ૨૫ વર્ષની ઉંમરનો અને પાતળા બાંધાનો તથા ૫’૫” ઉંચાઈ ધરાવે છે. જે રંગે ઘઉંવર્ણ હોવા સાથે તેણે શરીરે પીળી ભૂરી ચોકડીવાળું આખી બાંયનું શર્ટ, કાળા રંગની બનિયાન તથા કમરે રાખોડી જિન્સપેન્ટ પહેર્યું હતું. તેનો સાથી યુવાન ૩૦ વર્ષનો છે.જે મધ્યમ બાંધાનો અને ૫’૬” ઊંચાઇ ધરાવે છે. તેણે આછા વાદળી રંગની ગોળ ગળાની અડધી બાંયનું ટી શર્ટ, બનિયાન તથા આછા વાદળી રંગનો પેન્ટ પહેરેલ છે. આ બંને મૃતકોની ઓળખ સોમવારે મોડી સાંજ સુધી શકય બની નહોતી.