વોટ્સએપ તેના યુઝર્સ માટે એક નવું ફિચર લાવવાની તૈયારીમાં છે. વોટ્સએપ જલદી જ એપમાં મેમોજી ફીચર જોડવાની તૈયારી કરે છે. એક રિપોર્ટ મુજબ વોટ્સએપ આગલા બીટા અપડેટમાં 2.19.90 વર્ઝનમાં મેમોજી સ્ટિકર શરૂ કરવા જઈ રહ્યા છે. જોકે અત્યારે આ સ્ટીકર ખાલી એ યુઝર્સને જ મળશે જે TestFlight Beta Programનો એક ભાગ હશે.
આ ફીચર અત્યારે ખાલી iOS યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ મેમોજી સ્ટિકર કેવી રીતે કામ કરશે તે પણ જણાવ્યું છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે મેમોજી સ્ટિકરનો સપોર્ટ iOS 13 પર કામ કરશે iPhone X, iPhone XR અને XSને જ મળશે.
શું છે મેમોજી સ્ટિકર?
યુઝર્સનો ચહેરો સ્ટિકર એનિમેશનમાં કન્વર્ટ કરવામાં આવે તેને મેનોજી સ્ટિકર કહે છે. મેમોજીમાં ચહેરાની મૂવમેન્ટ પણ કેપચર થઈ જાય છે. અ ઉપરાંત પેજ પર વોટ્સએપનું નામ બદલવાની પર તૈયારીઓ ચાલી રહી છે.
તેમાં જણાવીએ કે એન્ડ્રોયડના 2.19.222 વર્ઝન અપડેટમાં નવું નામ જોવા મળશે, જે ‘WhatsApp from Facebook’હશે, એ ઉપરાંત પણ iOSમાટે આ અપડેટ 2.19.90.23 વર્ઝનમાં મળશે. આ પહેલા પણ સમાચાર આવ્યા હતા કે ઈન્સ્ટાગ્રામના નામમાં ફેરફાર જોવા મળશે. ‘Instagram from Facebook’ અને વોટ્સએપને ‘WhatsApp from Facebook’કરવામાં આવશે. Facebookના આ ફેરફાર પાછળ રીબ્રાંડિંગ કરવો છે.