Jairam Ramesh પીએમ મોદીના તીખા ભાષણ પર જયરામ રમેશનો પ્રહર: “હુમલાખોરો હજી પણ કેમ છૂટા છે?”
Jairam Ramesh બિકાનેરની જાહેરસભામાં પીએમ મોદીએ કહેલું કે હવે તેમના લોહીમાં નહીં પણ “સિંદૂર વહે છે”, અને ભારતે પાકિસ્તાનને દરેક હુમલાની કિંમત ચૂકવાવવાની ચેતવણી આપી છે. બીજી તરફ, કોંગ્રેસના નેતા જયરામ રમેશે X પર પીએમ મોદી પર નિશાન સાધતાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદની સ્થિતિને લઈને ચારે પ્રશ્નો રજૂ કર્યા છે. તેમણે વડાપ્રધાનની ફિલ્મી સંવાદશૈલીને લઈને પણ કટાક્ષ કર્યો છે અને જવાબદારી ભરેલા સંવાદોની માંગણી કરી છે.
જયરામ રમેશે આ પ્રશ્નો પૂછ્યા.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પહેલગામના નિર્દય હત્યારાઓ હજુ પણ ખુલ્લેઆમ કેમ ફરે છે? કેટલાક અહેવાલો અનુસાર, આ જ આતંકવાદી જૂથ છેલ્લા 18 મહિનામાં પૂંછ, ગગનગીર અને ગુલમર્ગમાં થયેલા ત્રણ અન્ય આતંકવાદી હુમલાઓ માટે પણ જવાબદાર હતું. તમે અત્યાર સુધી કોઈ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કેમ નથી કરી? વિરોધ પક્ષોને વિશ્વાસમાં કેમ લેવામાં આવ્યા નહીં?
आज बीकानेर में जिस तरह प्रधानमंत्री ने एक बार फिर फिल्मों जैसे खोखले डायलॉग्स का सहारा लिया, उससे कहीं ज्यादा जरूरी है कि वे उन गंभीर सवालों का जवाब दें जो देश उनसे पूछ रहा है-
1. पहलगाम के निर्दयी हत्यारे अब तक खुले क्यों घूम रहे हैं? कुछ रिपोर्ट्स के मुताबिक यही आतंकी गिरोह…
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 22, 2025
તેમણે પૂછ્યું કે તમે 22 ફેબ્રુઆરી, 1994 ના રોજ સંસદમાં સર્વાનુમતે પસાર થયેલા ઠરાવને પુનરાવર્તિત કરવા અને ઓપરેશન સિંદૂર દરમિયાન ઉભરી આવેલા ચીન-પાકિસ્તાન જોડાણને ધ્યાનમાં રાખીને વર્તમાન પરિસ્થિતિઓ અનુસાર તેને ફરીથી ઘડવા માટે સંસદનું ખાસ સત્ર કેમ ન બોલાવ્યું? છેલ્લા બે અઠવાડિયાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી રુબિયો દ્વારા અમેરિકાની ભૂમિકા અંગે વારંવાર કરવામાં આવી રહેલા દાવાઓ પર તમે શા માટે ચૂપ રહ્યા છો?
પીએમ મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે હવે મારી નસોમાં ગરમ લોહી નહીં પણ સિંદૂર વહે છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાને દરેક આતંકવાદી હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે. આ કિંમત પાકિસ્તાનની સેના અને તેની અર્થવ્યવસ્થા બંને ચૂકવશે. પાકિસ્તાને નાલ એરબેઝને નિશાન બનાવ્યું હતું, પરંતુ તેને કોઈ નુકસાન થયું ન હતું. અમે તેમના રહીમયાર ખાન એરબેઝને એટલું બધું નુકસાન પહોંચાડ્યું કે તે હવે ICUમાં છે અને કોઈને ખબર નથી કે તે ક્યારે સ્વસ્થ થશે. હવે જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત કાશ્મીર અને પાકિસ્તાન કબજા હેઠળના પીઓકે વિશે જ થશે.