Adani Group FY2024-25-25 profit EBITDAમાં ત્રણગણો વધારો, કુલ સંપત્તિમાં 25%થી વધુ વૃદ્ધિ અને ROA 16.5%ની સાથોસાથ ગ્રુપે વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું
Adani Group FY2024-25-25 profit: અદાણી ગ્રુપે નાણાકીય વર્ષ 2024-25 માટે વિક્રમી નફો નોંધાવ્યો છે. આ વર્ષે ગ્રૂપે ₹89,806 કરોડનો EBITDA જાહેર કર્યો છે, જે 2018-19 ની તુલનામાં ત્રીગણો વધારો દર્શાવે છે. વ્યાજ, કર અને અન્ય ખર્ચ પહેલાંનો આ નફો ગ્રુપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ્સની સ્થિરતાને દર્શાવે છે.
મુખ્ય આંકડા:
- કર પહેલાંનો નફો (PAT): ₹82,976 કરોડ, 8.2% નો વધારો
- ચોખ્ખો નફો: ₹40,565 કરોડ, છ વર્ષમાં 48.5% CAGR
- કુલ સંપત્તિ: ₹6.09 લાખ કરોડ, છ વર્ષમાં 25% વાર્ષિક વૃદ્ધિ
- રોકડ ઉપલબ્ધતા: ₹53,843 કરોડ, 21 મહિના સુધીની લોન ચુકવણી માટે પૂરતી
- સંપત્તિ પર વળતર (ROA): 16.5%, વિશ્વની ટોચની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાં સ્થાન
દેવું વ્યવસ્થાપન:
ગ્રૂપનું કુલ દેવું ₹2.9 લાખ કરોડ છે, જ્યારે ચોખ્ખી લાયબિલિટી ₹2.36 લાખ કરોડ રહી છે. CFO જુગસિન્દર રોબી સિંહ મુજબ, “અદાણી ગ્રુપની આ સફળતા તેની રોકડ પ્રવાહ ક્ષમતા અને ઊંચી ગુણવત્તાવાળી સંપત્તિ ઊભી કરવાની દક્ષતા દર્શાવે છે.”
સ્થિર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધાર:
કંપનીએ જણાવ્યું કે તેની EBITDA આવકનો 82% હિસ્સો કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મમાંથી આવે છે, જે વિકાસ માટે મજબૂત આધાર પૂરું પાડી રહ્યો છે.
અદાણી ગ્રુપના આ નફા અને સંપત્તિના આંકડા સ્પષ્ટ કરે છે કે ગ્લોબલ સ્તરે તેનો વ્યાપ અને વિશ્વાસ સતત મજબૂત થઈ રહ્યો છે. આ વિકાસ સાથે, ગ્રૂપ આગામી વર્ષોમાં પણ રોકાણકારો માટે વિશ્વસનીય અને ફળદાયી પસંદગી બની રહેશે.