CSK vs GT: વિદાય પણ વિજયસભર: CSKએ ગુજરાતની રેસ ધીમી કરી
CSK vs GT: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ IPL 2025ની પોતાની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ભવ્ય 83 રનની જીત હાંસલ કરી. આ જીતે CSK માટે પ્લેઓફનાં દરવાજા ન ખોલ્યા હોય, પરંતુ ટીમે સીઝનનો અંત ગૌરવપૂર્ણ રીતે કર્યો. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ ટીમે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને ગુજરાતનો ટોપ-2 સ્થાને રહેવાનો રસ્તો મુશ્કેલ બનાવી દીધો.
CSKની બેટિંગમાં બ્રેવિસ-કોનવેનો તોફાન
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને CSKએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આયુષ મ્હાત્રે અને ડેવોન કોનવેએ પાવરપ્લેમાં તેજ શરૂઆત આપી. મ્હાત્રેએ 17 બોલમાં 34 રન ફટકારી અને કોનવેએ 52 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. અંતે, ડેવાલ્ડ બ્રેવિસે માત્ર 23 બોલમાં ધમાકેદાર 57 રન બનાવ્યા. ઉર્વિલ પટેલ પણ 35 રન બનાવવામાં સફળ રહ્યો. સમગ્ર ઈનિંગ દરમિયાન CSKએ 231 રનનો વિસાળ લક્ષ્યાંક આપ્યો.
ગુજરાતની બેટિંગ લાઈનઅપ ભાંગી પડી
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખોટી રહી. કેપ્ટન શુભમન ગિલ માત્ર 13 રન બનાવીને આઉટ થયો. જોકે સાઈ સુદર્શન અને શાહરૂખ ખાને થોડી સ્થિરતા લાવી અને સ્કોર 85/3 સુધી પહોંચાવ્યો. પરંતુ 11મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ બંને બેટ્સમેનને પવેલિયન મોકલી, જેના પછી ગુજરાતની બેટિંગ તોડી પડી. સમગ્ર ટીમ 148 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ.
CSKનો વિદાય વિજય, GTના ટોપ-2ના સપનાને ઝટકો
આ જીતે CSKના પોઈન્ટ્સ ટેબલમાં સ્થાનમાં મોટો ફેરફાર ન કર્યો હોય, પરંતુ ટીમે ચાહકો માટે ખુશીની ક્ષણો આપી. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સની સતત બીજી હાર તેમને ટોપ-2માંથી બહાર કરી શકે છે, જો અન્ય ટીમો – જેમ કે RCB, MI અથવા PBKS – પોતાની છેલ્લી મેચ જીતી જાય.