IPL 2025 Closing Ceremony: IPL 2025 સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત, ‘ઓપરેશન સિંદૂર’ની ઉજવણી સાથે દેશભક્તિની ગરિમા ભરાવશે માહોલ
IPL 2025 હવે તેના અંતિમ ચરણમાં છે અને 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ફાઇનલ પહેલા સમાપન સમારોહમાં દેશભક્તિની ઝલક જોવા મળશે. BCCIએ મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે આ સમારોહ સંપૂર્ણપણે ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત રહેશે અને ‘ઓપરેશન સિંદૂરના યશસ્વી સંચાલન માટે શ્રદ્ધાંજલિ આપશે.
BCCIના સચિવ દેવજીત સૈકિયાના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં સેના, નૌકાદળ, વાયુસેના તથા સંરક્ષણ સેવાઓના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. તેમના પ્રત્યે આ કૃતજ્ઞતા ભારતની સશક્તતા અને રાષ્ટ્ર માટેની નિઃસ્વાર્થ સેવાની અનુભૂતિ કરાવશે.
આ પહેલ IPLની રાષ્ટ્રીય ભાવનાને બળ આપતી પરંપરાનો એક ભાગ છે. 2019માં પુલવામા હુમલા બાદ પણ BCCIએ સમાપન સમારોહમાં લશ્કરી બેન્ડ અને દાનના રૂપે શ્રદ્ધાંજલિ આપી હતી. IPL 2025નું ફાઇનલ 1 લાખથી વધુ દર્શકોની હાજરીમાં માત્ર ક્રિકેટ નહીં, પણ દેશપ્રેમનો પણ ઉત્સવ બનશે.