આર્થિક નબળાઈને કારણે રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી છે જેના લીધે માસિક ધોરણે રૂપિયામાં છ વર્ષનો સૌથી મોટો ઘટાડો આવ્યો છે. આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૭૧.પરએ ખૂલી સેશન દરમિયાન ૭૧.૮૮ની નીચી અને ૭૧.૪૬ની ઊંચી સપાટી બનાવી અંતે ર૯ પૈસાની ખરાબીમાં ૭૧.૭૭ બંધ હતો.
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી રોકાણકારો જંગી પ્રમાણમાં વેચવાલી કરી રહી છે જો બીજી બાજુ ટ્રેડ વોરને કારણે યુઆન નબળો પડી રહ્યો છે જેની અસર રૂપિયા ઉપર પણ થઈ રહી છે. હાલ ડોલર સામે રૂપિયોમાં છ વર્ષમાં એક મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વિશ્લેષ્કોના અનુસાર, આગામી સમયમાં વધુ નરમાઈ જોવા મળી શકે છે. ગત વર્ષ ઓક્ટોબરમાં જેપી મોર્ગન ચેસ નવા વિક્રમી તળિયે પહોંચી ગયો હતો. નોમુરાના અનુસાર, ર૦૧૯ના અંત સુધી ડોલર સામે રૂપિયો ૭ર.પની સપાટીએ પહોંચશે.
બજેટમાં સુપર રિચ ટેક્સ લાદવામાં આવ્યા પછી જુલાઈમાં વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ૩.૮ અબજ ડોલરની વેચવાલી કરી છે. ઓગસ્ટમાં રૂપિયો અત્યાર સુધી ર.૩ ટકા નબળો પડયો છે જે છેલ્લા નવ વર્ષમાં સૌથી મોટો માસિક ઘટાડો માનવામાં આવે છે. અન્ય કરન્સીમા પાઉન્ડ સામે રૂપિયો ૮૭.૬૮ અને યુરો સામે રૂપિ ૭૯.પ૮ તથા જાપાનીઝ યેન સામે રૂપિયો ૬૭.૮૯ બંધ હતો.