Atal Bridge PM Modi Statement: પ્રધાનમંત્રી મોદીએ પોતાના સમર્પિત નિર્ણયો અને ગુજરાતના વિકાસ માટે કરેલા પ્રયાસો શેર કર્યા
Atal Bridge PM Modi Statement: ગાંધીનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “જ્યારે હું અટલ બ્રિજ પર ગયો ત્યારે મેં જોયું કે ત્યાં કેટલાક લોકોએ પાનની પિચકારી ફેંકી હતી. ઉદ્ઘાટન તો હજુ થવાનું હતું, પરંતુ કાર્યક્રમ પહેલેથી જ પૂર્ણ થઈ ગયો હતો.”
તેમણે કહ્યું કે, “મને ત્યાં ઉદ્ઘાટન માટે બોલાવાયો હતો,, ત્યારે પ્રોગ્રામ પણ ચાલી રહ્યો હતો. મેં વિચાર્યું કે થોડું ટહેલવા જઈએ, તેથી અટલ બ્રિજ પર ગયો અને જોયું કે લોકો પાનની પિચકારી મારતા હતા.”
પછી એમણે ટિપ્પણી કરતા કહ્યું, “મેં કહ્યું કે, આ બ્રિજ પર ટિકિટ લગાવવી જોઈએ, જેથી લોકો વ્યવસ્થિત રીતે અહીં આવી શકે. ત્યારે લોકો કહ્યું કે ચૂંટણી નજીક છે અને ટિકિટ લગાવવી મુશ્કેલ છે.”
તેઓએ આગળ જણાવ્યું કે, “પછી મેં કોલ કરીને પૂછ્યું કે ટિકિટ લગાવવાનું શું થયું? તેમણે કહ્યું કે હવે ટિકિટ જરૂરી છે અને આ રીતે આપણે નિયમોનું પાલન કરવાનું રહેશે.”
પ્રધાનમંત્રી મોદીએ કાંકરિયા તળાવના પુનઃનિર્માણનું ઉદાહરણ આપતાં કહ્યું કે, “જ્યારે કાંકરિયા તળાવનો વિકાસ કરવામાં આવ્યો, ત્યારે કોંગ્રેસ પક્ષે આ મુદ્દે આંદોલન કર્યો અને કોર્ટમાં પણ ગયા, પરંતુ આ નાનકડા પડકારો બાદ આજે કાંકરિયા તળાવ લોકોને ભેટ છે અને આખું ગુજરાત અહીં ફરવા આવે છે.”
તેમણે વધુમાં જણાવ્યું, “અર્બન ડેવલપમેન્ટ માટે દબાણ તોડવા અમે નિર્ધાર કર્યો અને પાછાં ના ફરવાનું નક્કી કર્યું, કારણ કે આપણને નાનપણથી શીખવાયું છે કે ‘ડગલુ ભર્યું તો ન હટવું’.”
આ સાથે તેમણે દેશના ભવિષ્ય વિશે આશાવાદી વાતો કરતા કહ્યું કે, “વર્ષ 2035માં જ્યારે ગુજરાત 75 વર્ષનું થશે, ત્યારે આપણે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું. અને એક વર્ષ પછી ગુજરાતમાં ઓલિમ્પિક રમતો યોજવાનું પણ દેશ ઇચ્છે છે.”