અભિનેત્રી જાહ્નવી કપૂરની અપકમિંગ ફિલ્મ ગુંજન ધ કારગિલ ગર્લનું પહેલુ લુક રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં જાહ્વવી દેશની પ્રથમ મહિલા આઇએએફ પાયલટ ગુંજન સક્સેનાનું પાત્ર ભજવી રહી છે. ‘ધડક’ બાદ જાહ્નવી કપૂરની આ બીજી ફિલ્મ છે. ધર્મા પ્રોડક્શનના ટ્વિટર પર એક બે બાદ ફિલ્મથી જોડાયેલી ત્રણ તસવીર શેર કરી છે. બે પોસ્ટર્સમાં જાહ્નવી બે અલગ-અલગ લુકમાં જોવા મળી રહી છે. જ્યારે એક પોસ્ટરમાં પંકજ ત્રિપાઠીનો લુક નજરે પડી રહ્યો છે.
પહેલી તસવીરમાં જાહ્નવી પ્લેન ઉડાવતી નજરે પડી રહી છે. તસવીરમાં તેની ખુશી જોઇ શકાય છે. બીજી તસવીરમાં જાહ્નવીની સાથે પંકજ ત્રિપાઠી પણ નજરે પડી રહ્યા છે.આ ફિલ્મમાં પંકજે જાહ્નવીના પિતાનું પાત્ર ભજવી રહી છે. પોસ્ટરમાં બન્ને એક બીજાના ગળે મળતા જોવા મળી રહ્યા છે.
ત્રીજી તસવીરમાં જાહ્નવી એરફોર્સ ઓફિસરની ડ્રેસમાં નજરે પડી રહી છે. ફિલ્મની વાત કરીએ તો ગૂંજન સક્સેના ધ કારગિલ ગર્લ ફિલ્મ ઇન્ડિયન એરફોર્સની પાયલોટ ગુંજન શર્માના જીવન પર આધારિત છે. શરણ શર્માના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મને ધર્મા પ્રોડક્શન અને જી સ્ટૂડિયોએ મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં જાહ્નવી પંકજ સિવાય અંગદ બેદી, વિનીત કુમાર, માનવ વિજ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 13 માર્ચ 2020એ રિલીઝ થશે.