Harley-Davidsonએ ભારતમાં પોતાની પહેલી ઈલેક્ટ્રિક બાઈક LiveWireને લોન્ચ કરી છે. આ બાઈકના લોન્ચ થવામાં હજુ થોડો સમય છે. માનવામાં આવી રહ્યું છે કે આ બાઈકની કિંમત 40-50 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જોકે ઈન્ટરનેશનલ બજારમાં તેની કિંમત 29,799 ડોલર એટલે કે લગભગ 21 લાખ રૂપિયા છે.
LiveWire બાઈકમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે જે 105hp પાવર અને 116Nm ટોર્ક આપે છે. ફક્ત 3 સેકન્ડમાં આ બાઈક 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની રફતાર આપે છે. આ ઈલેક્ટ્રિક બાઈક રિજેનરેટિવ બેન્કિંગથી લેસ છે. તેના ફ્રંટમાં મોનોબ્લોક ફ્રંટ બ્રેક અને રિયરમાં ડ્યુઅલ પિસ્ટન બ્રેક આપવામાં આવી છે. બાઈકની લંબાઈ 84.1 ઈચ, ગ્રાઉન્ડ ક્લીયરન્સ 5.1 ઈંચ અને વ્હીલબેસ 58.7 ઈંચ છે.
નવી LiveWireમાં 4.3- ઈંચ ટીએફટી ડિસ્પ્લે અને 7 રાઈડિંગ મોડ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં બ્લુટુથ એન્ડ એલટીઈ કનેક્ટિવિટી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સેફ્ટી માટે તેમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, રિયર વીલ લિફ્ટ મિટિગેશન અને સ્લિપ કંટ્રોલ સિસ્ટમ જેવા સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે.
આ બાઈકમાં હાઈ-વોલ્ટેઝ 15.5 Kwh લિથિયમ-આયન બેટરી પણ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે બાઈક 234 kmની દુરી કરી શકે છે. તેને સામાન્ય એસી વોલ સોકિટથી લેવલ-1 ઓન બોર્ડ ચાર્જરની સાથે ફુલ ચાર્જ કરવામાં 12.5 કલાકનો સમય લાગે છે. DC ફાસ્ટ-ચાર્જરથી આ બાઈક એક કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે.