પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ પર મમતા બેનરજીની પાર્ટીના કાર્યકરો દ્વારા થતા હુમલાનો સિલસિલો અટકી રહ્યો નથી.
પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષ પર કોલકાતામાં ટોળાએ હુમલો કર્યો છે.ભાજપનો આરોપ છે કે, હુમલાખોરો મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે.
દિલીપ ઘોષ આજે સવારે મતદારો સાથે ચાય પે ચર્ચા કરવા માટે નિકળ્યા હતા અને તે વખતે અચાનક આવેલા ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો.આ હુમલામાં દિલીપ ઘોષની સાથેના બે ભાજપ સમર્થકોને ઈજા થઈ છે.