જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આતંકવાદીઓ છુટા છવાયા હુમલા કરીને સ્થાનિક લોકોને નિશાન બનાવી રહ્યા છે.
ગુરુવારે રાતે શ્રીનગરના સિમાડે એક દુકાનદારની આતંકવાદીઓએ ગોળીઓ વરસાવીને હત્યા કરી નાંખી હતી.મળતી વિગતો પ્રમાણે ગુરુવારે રાતે ગુલામ મહોમ્મદ નામનો વેપારી પોતાની દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે મોટરસાયકલ પર આવેલા અજાણ્યા શખ્સોએ તેના પર આંધાધૂધ ગોળીઓ વરસાવી હતી અને ફરાર થઈ ગયા હતા.
એ પછી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારીને આતંકવાદીઓની શોઘખોળ શરુ કરવામાં આવી છે. આ પહેલા ટોળાએ કાશ્મીરના જ એક ટ્રક ડ્રાઈવરની પથ્થરમારો કરીને હત્યા કરી હતી.