ઈડીએ ગુરુવારે વિશેષ કોર્ટ સમક્ષ અરજી કરીને કરોડો રૂપિયાના પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીના પેઈન્ટિંગ, કાર અને અન્ય કિંમતી ચીજોની હરાજી કરવા પરવાનગી માંગી છે. આ કિંમતી વસ્તુઓને દરોડા દરમિયાન જપ્ત કરાઈ હતી. ઈડીના આવેદન અનુસાર જે પેઈન્ટિંગને એજન્સી વેચવા ઈચ્છે છે તેની કિંમત 57.72 કરોડ રૂપિયા છે.
જેમાં આવકવેરા વિભાગ દ્વારા અને નીરવ મોદીના નિવાસસ્થાન સમુદ્ર મહેલથી નાણાકીય તપાસ એજન્સીએ જપ્ત કરી હતી. પેઈન્ટિંગ ઉપરાંત મોંઘી ઘડિયાળ, બેગ અને કાર શામિલ છે. ઈડીના આવેદન પર પાંચ સપ્ટેમ્બરે સુનાવણી થશે.