મુંબઈના પોશ વિસ્તારમાં ઓશિવારા લોખંડવાલામા ગઈ રાતે એક હીરોઈનની આત્મહત્યા કરવાની ખબર વાયરલ થઈ છે. હીરોઈને અપાર્ટમેન્ટનાં પોતાના ફ્લેટની છત પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકનું નામ પર્લ પંજાબી બતાવવામાં આવી રહ્યું છે. તેની ઉંમર 22થી 25 વર્ષની અંદર છે.
થોડા સમય પહેલા જ બોલિવૂડમાં પર્લએ પગ મુક્યો હતો. તે એક મોડેલ છે. પર્લને ફિલ્મી દુનિયા સાથે ખુબ લગાવ હતો. તે છેલ્લા ઘણા સમયથી ફિલ્મમા આવવા માટે મહેનત કરી રહી હતી. પરંતુ તે સફળ ન રહી શકી. એવી પણ ખબર છે કે તે એક જગ્યાએ નોકરી કરી રહી હતી અને તેની માતા સાથે કોઈ અણબન હતી.
પહેલા પણ કરી ચૂકી છે આત્મહત્યાનો પ્રયાસ
પોલીસનાં કહેવા પ્રમાણે પર્લની માનસિક સ્થિતિ પણ ખરાબ હતી. માટે હંમેશા તે ગુસ્સામાં રહે છે અને પોતાનાં પર કાબુ નથી કરી શકતી. પર્લે આ પહેલા પણ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારે તે બચી ગઈ હતી.
આત્મહત્યા પહેલા શું થયું હતું??
ખબર મળી રહી છે કે ગઈ રાતે 12 વાગ્યે ઘરમાં કોઈ વાતને લઈ ઝઘડો થયો. પર્લે આવેશમાં આવીને બિલ્ડીંગની છત પરથી છલાંગ મારી દીધી અને એનું નિધન થઈ ગયું. પર્લને આમ તો તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ તે ન બચી શકી. હાલ પોલીસ તમામ કેસની તપાસ કરી રહી છે.