ઢબુડીમાના ઢોંગનો પર્દાફાશ થયો છે. ત્યારે હવે ઢબુડી માએ પોતાના ભક્તોને જાણે છુટ્ટો દોર આપ્યો છે. અને અંધશ્રદ્ધા તેમજ ઢોંગનો પર્દાફાશ કરનારાઓને ધમકી આપવાની શરૂઆત થઈ છે. એક રાજકીય વ્યક્તિના મોબાઈલથી તેમને પર્દાફાશની કામગીરી બંધ કરો તેવી ધમકી આપવામાં આવી છે. બીજીતરફ સુરેન્દ્રનગરના સેવકની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. જેમાં બોટાદના ભીખાભાઈનું મરણ સર્ટીફિકેટ જોઈ લેવાની ધમકી આપવામાં આવી છે.
રાજકોટ – વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની પત્રકાર પરિષદ, ઘુતારા ઢબુડી માતાની ઓડિયો કલીપ કરી જાહેર, પત્રકાર સાથે વાતચીતમાં ઘુતારા ઢબુડીએ ભીખાભાઇ નામના વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ જોઈ લેજો કહી ધમકી મારી, ધૂતરો ઢબુડીના માણસો એક પાટલે આશરે દોઢ કરોડ બનાવતો.