વડાપ્રધાનના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ ખુદને પદ પરથી કાર્યમુક્ત કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, સરકારના મુખ્ય પ્રવક્તા સીતાંશુ કારે કહ્યું કે, PM મોદીએ મિશ્રાને બે અઠવાડીયા સુધી કાર્યભાર સંભાળવા માટે કહ્યું છે. જ્યારે PMએ પી.કે.સિન્હા(સેવાનિવૃત IAS અધિકારી)ને PMOમાં વિશેષ કાર્ય અધિકારી (OSD)ની નિમણુક કરી છે.
ઉલ્લેખનીય છે કે, નૃપેન્દ્ર મિશ્રાની કાર્યશૈલા શાર્પ છે અને કદાચ એ જ કારણે PM મોદી એમને મુખ્ય સચિવના રૂપે લાવ્યા હતા, PM મોદીએ 2014માં મુખ્ય સચિવ તરીકે એમની નિમણુક કરી હતી અને ઘણા રાજકીય દળોએ નિમણુકનો ઘણો વિરોદ્ધ પણ કર્યો હતો.
મિશ્રાની નિમણુક માટે એનડીએ સરકારે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ મે 2014માં એક વટહુકમ જાહેર કર્યો હતો. કાનુન મંત્રાલયે વટહુકમનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને કેન્દ્રીય કેબિનેટએ બેઠકમાં આને મંજૂરી આપી દીધી હતી. અને આની ઉપર રાષ્ટ્રપતિના મંજૂરીનો સ્ટેમ્પ પણ લાગેલો હતો.
નૃપેન્દ્ર મિશ્રાનો વર્ષ 1945માં ઉત્તર પ્રદેશના દેવરિયામાં જન્મ થયો અને તેઓ યુપી કેડરના IAS અધિકારી છે. નૃપેન્દ્ર મિશ્રા માર્ચ 2006થી માર્ચ 2009 વચ્ચે TRAIના અધ્યક્ષ પણ રહ્યા હતા. એમના આ કાર્યકાળમાં લેવામાં આવેલા નિર્ણયોના કારણે તેઓ ચર્ચામાં પણ રહ્યા હતા. ટ્રાઈના ચેરમેન પદ પરથી રિટાયર થયા બાદ નૃપેન્દ્ર મિશ્રા પબ્લિક ઈન્ટરેસ્ટ ફાઉંડેશન સાથે પણ જોડાયા હતા.
નૃપેન્દ્ર મિશ્રા મુલાયમ સિંહ યાદવ અને કલ્યાણ સિંહની સરકારમાં મુખ્ય સચિવ રહ્યા એમણે કેન્દ્રમાં ઘણા મહત્વના હોદ્દાઓ પર પણ કાર્ય કર્યું. મોદી જ્યારે પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે એમણે ગુજરાત કેડરના પી.કે.મિશ્રાને પોતાના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવ્યા હતા.