નરેન્દ્ર મોદી કેબીનેટ દ્વારા સિંગલ-બ્રાન્ડ રિટેલ (એસબીઆરટી) માં 30 ટકા સ્થાનિક સોર્સિગ માનદંડમાં સહાય આપવાના નિર્મયનું સ્વાગત કરતા એપલે ભારતને તેનો આગામી ગ્રોથ હબ જાહેર કર્યો છે. તેમજ જણાવ્યું હતું કે તે પહેલા અમે એક્સક્લુઝિવ ઓનલાઇન સ્ટોર લોન્ચ કરીશુ અને પછી સ્વયંની દુકાન ખોલાશે. કપર્ટિનોની આઇફોન નિર્માતા કંપનીએ જણાવ્યું હતું કે ભારતને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી એક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલ મહેનતના તે વખાણ કરે છે.
ઉલ્લેખનિય છે કે હવે એપલના ઉત્પાદનો ખરીદવા માટે ગ્રાહકોને હવે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓનો આશરો લેવો નહીં પડે. એપલ હવે ભારતમાં પોતાનો ઓનલાઇન સ્ટોર ખોલવા જઇ રહી છે. અત્યાર સુધી રિટેલ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા અથવા ઓથોરાઇઝ્ડ ઓફલાઇન સ્ટોર્સ પર તેની પ્રોડક્ટ વેચતી હતી, હવે કંપની ઓનલાઇન સ્ટોર્સ ખોલી શકે છે.
સરકારે સિંગલ બ્રાન્ડ રિટેલ કંપનીને ઓનલાઇન સ્ટોર ખોલવાની મંજૂરી આપી છે. અત્યાર સુધીના નિયમો અનુસાર, આવી કંપનીઓને પહેલા ઓફલાઇન સ્ટોર ખોલવા જરૂરી હતા, પરંતુ કંપની હવે ઓનલાઇન સ્ટોર ખોલી શકે છે.
જો કે કંપનીને ઓફલાઇન સ્ટોર ખોલવામાં સમય પણ લાગી શકે, તેને લોજિસ્ટિક્સ અને સ્થાન જેવી જટિલતાઓમાંથી પસાર થવું પડે છે. ભારતમાં કંપનીના 40 ટકા સેલ ઓનલાઇનથી જ થાય છે, એટલે કંપની પહેલા ઓનલાઇન સ્ટોર ખોલી રહી છે. આનાથી સ્ટોર ખોલવાથી તેમની કિંમતમાં ઘટાડો થશે. નિકાસને પણ સ્થાનિક સોર્સિંગ સાથે પણ જોડવામાં આવ્યાં છે.