School uniform purchase ban: DEO દ્વારા શાળાઓને યુનિફોર્મ અને સ્ટેશનરી અંગે ખાસ સૂચના
School uniform purchase ban: રાજ્યમાં ઉનાળા વેકેશન પછી આવતી કાલથી સ્કૂલ શરૂ થવાના છે. નવા શૈક્ષણિક સત્ર સાથે જ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવાની પ્રક્રિયા શરૂ થઇ રહી છે. અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ સ્કૂલોએ આ બાબતે સાવચેત રહેવા આદેશ આપ્યો છે. DEOએ ખાસ કહી દીધું કે કોઈપણ સ્કૂલ વિદ્યાર્થીઓ અથવા વાલીઓને ચોક્કસ દુકાન કે જગ્યા પરથી જ યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા દબાણ નહીં કરે. જો આવી ફરિયાદ મળી આવે તો સ્કૂલ સામે કડક કાર્યવાહી થશે અને દંડ પણ ફટકારાશે.
DEOએ સ્પષ્ટ કર્યુ છે કે, શાળાઓ માત્ર સૂચિ આપી શકે છે જેથી વિદ્યાર્થીઓ પોતાની મનપસંદ જગ્યા પરથી સામાન ખરીદી શકે. જો કોઈ સ્કૂલ દબાણ કરે તો આ પહેલાની ફરિયાદ પર પ્રથમ દંડ 10,000 રૂપિયા રહેશે, બીજી ફરિયાદ વખતે 25,000 રૂપિયા અને વધુ ફરિયાદ પર એક લાખ રૂપિયા સુધી દંડ કરવામાં આવશે.
વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં આવી છે કે જો સ્કૂલ તરફથી આવું દબાણ થાય તો તેઓ DEOની હેલ્પલાઇન 9909922648 પર સંપર્ક કરીને ફરિયાદ કરી શકે છે.
આ ઉપરાંત, રાજકોટ જિલ્લાના 25 શાળાઓને પણ તેમના ઇન્ચાર્જ દ્વારા નોટિસ આપવામાં આવી છે જે સ્ટેશનરી અને યુનિફોર્મ ચોક્કસ જગ્યાએથી જ ખરીદવા દબાણ કરતા હતા, ફાયર સેફ્ટીની લાપરવાહી અને વેકેશન દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ ન રાખવા બદલ.