TB cases Banaskantha district: આરોગ્ય વિભાગ દ્વારા 186 ગામડાઓમાં 478 દર્દીઓની ઓળખ
TB cases Banaskantha district: બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના કેસોમાં તાજેતરમાં અચાનક વધારો નોંધાયો છે. દાંતા વિસ્તાર મહત્ત્વપૂર્ણ આદિવાસી વિસ્તારોમાં આવે છે, જ્યાં 186 ગામડાઓમાં આરોગ્ય વિભાગે ગયા વર્ષે 2024-25 દરમિયાન 478 પોઝિટિવ ટીબીના કેસોની નોંધ કરી છે.
આ ઉપરાંત, આ દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા લગભગ 18,000 લોકોમાં પણ ટીબીના શંકાસ્પદ લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમની તપાસ માટે 800 જેટલા લોકોને એક્સરે કરાવવામાં આવ્યો હતો, જેમાંથી 18 દર્દીઓ પોઝિટિવ સાબિત થયા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા 100 દિવસીય વિશાળ કેમ્પ મારફતે આ બીમારી પર નિયંત્રણ લાવવામાં આવનાર છે.
આ રોગચાળાને કાબૂમાં લેવા માટે વિવિધ હેલ્થ વર્કરો અંતરીયાળ વિસ્તારોમાં જઈને દર્દીઓની ઓળખ કરી, તેમને ઘર બેઠા દવાઓ પણ પૂરી પાડી રહ્યા છે. દાંતા, અંબાજી અને માંકડી ગામનાં હોસ્પિટલોમાં શંકાસ્પદ દર્દીઓનું એક્સરે દ્વારા તપાસ ચાલુ છે. સરકારની તબક્કે ક્ષય નાશ અભિયાન હેઠળ આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.