GUVNL online services shutdown : ડેટા સેન્ટર પર નોન-આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નવીનીકરણના કામો હાથ ધરાશે
GUVNL online services shutdown : જો તમારું વીજ બિલ ભરવાનું બાકી છે તો કચેરીનો ધક્કો ન ખાવા માંગતા હોવ તો સમયસર બિલ ભરી દેજો. GUVNL (Gujarat Urja Vikas Nigam Limited) દ્વારા જાહેર કરાયેલા મહત્વના નોટિફિકેશન મુજબ 6 જૂન 2025ના સાંજે 6 વાગ્યાથી 10 જૂનના સવારે 10 વાગ્યા સુધી તેમની તમામ ઓનલાઈન સેવાઓ બંધ રહેશે.
આ નિણય પાછળનું કારણ એ છે કે GUVNLના મુખ્ય ડેટા સેન્ટર ખાતે નોન-આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નવીનીકરણના કામો હાથ ધરવામાં આવશે. આ દરમિયાન GUVNL સાથે જોડાયેલી વીજ વિતરણ કંપનીઓ જેમ કે DGVCL, MGVCL, UGVCL, PGVCL, GETCO અને GSECLની ઓનલાઈન સેવાઓ પણ સંપૂર્ણપણે બંધ રહેશે.
કઈ સેવાઓ હશે અસરગ્રસ્ત?
આ સમયગાળા દરમિયાન નીચેની સેવાઓ ઉપલબ્ધ નહી રહે:
લાઈટ બિલની ઓનલાઈન ચૂકવણી
નવો કનેકશન મેળવવા માટેની અરજીઓ
ગ્રાહક પોર્ટલ
મોબાઇલ એપ્સ દ્વારા સર્વિસ
વીજળી સંબંધિત ફરિયાદોની ઓનલાઈન નોંધણી
GUVNLનું મહત્વનું સૂચન
GUVNL તરફથી વિનંતિ કરવામાં આવી છે કે ગ્રાહકો 6 જૂન પહેલા તમામ આવશ્યક વીજળી સંબંધિત કામગીરી પૂર્ણ કરી લે. ખાસ કરીને લાઈટ બિલ જે હજુ સુધી ભરવામાં આવ્યા નથી, તે વહેલી તકે ચૂકવી દેવા વિનંતિ છે જેથી 5 દિવસની સેવા બંધ દરમિયાન અડચણ ન આવે.
કેટલો સમય લાગશે?
GUVNL અનુસાર, 6 જૂન સાંજે 6 વાગ્યાથી લઈને 10 જૂન સવારે 10 વાગ્યા સુધી નવીનીકરણની કામગીરી ચાલશે. આ સમયગાળા બાદ ઓનલાઈન સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.