Gujarat government decision: સરકારી મીટિંગ્સ માટે નવી સમય મર્યાદા: હવે 1 કલાકથી વધુ નહીં
Gujarat government decision: ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને લાભ પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે સરકારી વિભાગોમાં કામ કરતી અરજદારોની કાર્યરત પ્રક્રિયાઓ પર અને મીટિંગની લંબાઈ પર સાવધાની રાખવી પડશે..
હવે સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે હવે સરકારી અધિકારીઓના મીટિંગ 1 કલાકથી વધુ સમય સુધી નહી ચાલે. આ નિર્ણયથી નાગરિકોની અરજી અને કામ સરળ અને ઝડપી રીતે પૂર્ણ થશે.
આ અગાઉ, અનેકવાર મીટિંગો ઘણા કલાકો સુધી ચાલતી હતી, જેના પરિણામે અરજદારોના કામમાં વિલંબ થતો હતો. સરકારી કાર્યમાં આ વિલંબને દૂર કરવા માટે મીટિંગના સમયને 1 કલાક સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે.
કોઈપણ મીટિંગ શરૂ થતી પહેલા પાંચ મિનિટમાં તમામ અધિકારીઓને હાજર રહેવું પડશે, અને દરરોજ મીટિંગો વચ્ચે સમય બચાવવાનું મહત્વ આપવામાં આવ્યું છે.
આ નિર્ણયથી સમય અને નાણાંની બચત થાય છે, અને એક્શન ટાઈમ વધારે થશે. પાછલા 3 વર્ષમાં મીટિંગ અને નાસ્તા માટે 2.5 કરોડ રૂપિયા ખર્ચ થતા હતા, પરંતુ હવે આ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય સરકારે આ નિર્ણયને અમલમાં લાવતાં હવે સરકારી બાબુઓની મીટિંગનું બહાનું ન ચાલે, અને નાગરિકોનું એક કલાકમાં કામ સરળતાથી પૂર્ણ થશે!