Gujarat teacher recruitment 2025: જુલાઈના અંત સુધીમાં સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા
Gujarat teacher recruitment 2025: રાજ્યમાં શિક્ષકોની સતત ઘટને લઈ છેલ્લા કેટલાક સમયથી શાળા સંચાલકો, અભિવાવકો અને શિક્ષણવિદો ભારે ચિંતામાં હતા. હવે ગુજરાત સરકારે આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી છે કે જુલાઈના અંત સુધીમાં શિક્ષક ભરતીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર સુધારવા માટે મોટા પાયે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. હાલની સ્થિતિમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ખોટને કારણે શિક્ષણની ગુણવત્તા પર અસર થઈ રહી છે, જેને તાત્કાલિક દૂર કરવાનું રાજ્યનું લક્ષ્ય છે.
કેટલા પદો પર થશે ભરતી?
જણાવવામાં આવ્યું છે કે હજારો ખાલી પડેલા શિક્ષકપદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા ઓફિશિયલ જાહેરાત અને ભરતીની તમામ વિગતો જાહેર કરવામાં આવશે. ખાસ કરીને પ્રાથમિક શાળાઓ અને ગરીબી વસ્તીવાળા વિસ્તારોમાં વધુ ભરતી કરાશે, જેથી શિક્ષણમાં સમતોલતા લાવી શકાય.
વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નિર્ણય મહત્વપૂર્ણ
શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યું કે શિક્ષકોની સતત ઉપસ્થિતિ અને યોગ્યતા શિક્ષણની ગુણવત્તા માટે નિત્ય આવશ્યક છે. આવી સ્થિતિમાં સમયસર અને યોગ્ય રીતે ભરતી થવી એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પણ એક આશાસ્પદ કાર્યવાહી છે.
ગુજરાત સરકાર શિક્ષકોની ઘટને ગંભીરતાપૂર્વક લેતી જોવા મળી રહી છે અને આવતા મહિને જ શિક્ષક ભરતી પૂરી કરવાનો મક્કમ નિર્ણય લેવામાં આવ્યો છે..