દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની BSNL હવે 70થી 80 હજાર કર્મચારીઓને વોલન્ટરી રિટાયરમેન્ટ આપવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની મંજૂરી મળતાની સાથે જ આ કર્મચારીઓને આકર્ષક પેકેજ આપીને રીટાયર કરી દેવામાં આવશે. અંગ્રેજી બિઝનેસ સમાચાર પત્ર ઇકોનોમિક ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં બીએસનેલના ચેરમેન પ્રવિણકુમાર પુરવારે કહ્યું હતું કે સરકારની મંજૂરી મળ્યા બાદ BSNL હવે 70થી 80 હજાર કર્મચારીઓને VRS અર્થાત વોલન્ટરી રિટાયરમેન્ટ આપવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે BSNL માં 60થી 70 હજાર કર્મચારી વીઆરએસ લે છે તો એક લાખ કર્મચારી રહી જશે. BSNL પર લગભગ 15000 કરોડ રૂપિયાનું દેવું છે.
વીણાકુમારે પુરવાર કરીને કહ્યું હતું કે જમીન લીઝ અને રેન્ટ પર આપીને વધારે કમાણી કરી રહ્યા છે. હવે અમે 200 કરોડ રૂપિયાના મહેસુલની આશા રાખી રહ્યા છે અને જેને આરામથી 1000 કરોડ રૂપિયા સુધી વધારી શકાય છે. આ વાર્ષિક મહેસુલ છે. આવનારા 12-15 મહિનામાં વધારે જોર આપવાનું છે. અમારી પાસે 68 હજાર ટાવર છે. 13-14 હજાર ટાવર અમે બીજાને આપેલા છે. અમે ટાવરનું ભાડું વધારવાની તૈયારી કરી રહ્યા છે જેથી વધારે આવક ભેગી કરી શકાય
વર્ષ 2008માં MTNL એ ભારતમાં સૌથી પહેલી થ્રિજી સર્વિસ લોન્ચ કરી હતી. ફેબ્રુઆરી 2009માં BSNLએ 3G સર્વિસ શરુ કરી હતી. એપ્રિલ 2010માં ખાનગી નેટવર્ક ઓપરેટર્સને 3G સર્વિસ લોન્ચ કરવા માટે લાયસન્સ આપવામાં આવ્યું હતું પરંતુ 4જીની રેસમાં BSNL ખૂબ જ પાછળ રહી ગયું હતું અને પોતાની સર્વિસ શરુ કરી શક્યું ન હતું. 4જીના જમાનામાં 3જી સાથે જોડાયેલું રહ્યું અને ભાવ ઓછા કર્યા ન હતા જેના કારણે તેને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું
BSNL એક માત્ર એવી કંપની નથી કે જેણે 4જીની રેસમાં નુકસાન થયું હોય. BSNLની કુલ આવકના 55 ટકા ભાગ કર્મચારીઓના વેતનમાં થાય છે.