DIGIPIN તમારું ડિજીપિન શોધવાની સરળ રીત: સ્માર્ટફોન દ્વારા તમારા સ્થાન માટે ડિજિટલ એડ્રેસ મેળવો
DIGIPIN ભારત સરકારે ડિજીટલ એડ્રેસિંગ માટે એક નવી અને અત્યંત ઉપયોગી સેવા “ડિજીપિન (DIGIPIN)” શરૂ કરી છે. આ ટેકનોલોજી એવા વિસ્તારોમાં પણ ઉપયોગી સાબિત થશે જ્યાં આજે સુધી કોઇ ચોક્કસ સરનામું ઉપલબ્ધ નથી. હવે પાર્સલ ડિલિવરી, સરકારી સેવાઓ અથવા લોકેશન શેરિંગ વધુ સચોટ અને સરળ બનશે.
ડિજીપિન શું છે?
ડિજીપિન એ સ્થાન આધારિત એક 10 અંકનો વિશિષ્ટ કોડ છે જે દરેક 4×4 મીટરના વિસ્તરણ માટે અલગ હોય છે. આ કોડનો ઉપયોગ કરીને કોઈપણ સ્થળને ચોક્કસ ઓળખ આપી શકાય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અથવા એવા સ્થળો માટે જ્યાં સ્ટ્રીટ એડ્રેસ ન હોય ત્યાં માટે ડિજીપિન એક ક્રાંતિકારી પગલું છે.
કેમ ઉપયોગી છે ડિજીપિન?
- આવા વિસ્તારોમાં પણ માલ પહોંચાડી શકાય છે જ્યાં સરનામું સ્પષ્ટ નથી
- સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકાય
- કોઈ પણ વ્યક્તિ પોતાના સચોટ સ્થાનની ઓળખ એક ક્લિકમાં આપી શકે છે
- લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ માટે વધુ કાર્યક્ષમતા
તમારું ડિજીપિન કેવી રીતે શોધશો?
તમારા ફોન કે કોમ્પ્યુટરના સહારે તમારું ડિજીપિન જાણી શકાય છે. નીચેના સરળ પગલાં અનુસરો:
- https://dac.indiapost.gov.in/mydigipin/home વેબસાઈટ ખોલો.
- લોકેશન સેવાનું ઓન કરો અને “લોકેશનને મંજૂરી આપો” વિકલ્પ પસંદ કરો.
- પછી “હું સંમત છું” (I Agree) બોક્સ પર ક્લિક કરો.
- હવે તમારું અનન્ય ડિજીપિન સ્ક્રીન પર દેખાશે.
- તેને કૉપિ કરીને તમારું સરનામું તરીકે અન્ય સાથે શેર કરો.
ડિજીપિન ભારતના સરનામા પદ્ધતિમાં એક મોટી ટેક્નોલોજીકલ સુધારણા છે. તેનો ઉપયોગ કરીને તમે કોઇપણ જગ્યા માટે સાચું અને સ્પષ્ટ સરનામું મેળવી શકો છો. આ સેવા ભારતના દરેક નાગરિક માટે ઉપયોગી છે, ખાસ કરીને ત્યાં જ્યાં આજ સુધી સરનામું એક પડકાર હતો.