સુપ્રિમ કોર્ટે ગુરુવારે પી.ચિદમ્બરમની અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે દાખલ આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું, પ્રારંભિક તબક્કે આગોતરા જામીનની મંજૂરીથી તપાસને વિપરીત અસર થઈ શકે છે. આગોતરા જામીન આપવા માટે આ સારો કેસ નથી. આર્થિક ગુનાઓ જુદા જુદા સ્તરે હોય છે અને તેની સાથે અલગ કાર્યવાહી કરવી જોઇએ.
સુત્રોના જણાવ્યા અનુસાર જામીન અરજી નામંજૂર થયા બાદ ઇડી આજે ચિદમ્બરમની કોર્ટમાં અરજી દાખલ કરીને તેની કસ્ટડી મેળવી શકે છે. જે બાદ કોંગ્રેસના નેતાને તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલી શકાય છે. હાલ તે સીબીઆઈની કસ્ટડીમાં છે. જેની મુદત ગુરુવારે સમાપ્ત થઈ રહી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે આ કેસમાં સુનાવણી સુનિશ્ચિત થયેલ છે. સીબીઆઈએ કહ્યું છે કે તેમને જેલ મોકલવા જોઇએ પરંતુ કોર્ટનું કહેવું છે કે રાઉઝ એવન્યુ કોટમાં સુનાવણી થાય ત્યાં સુધી તેમને સીબીઆઈ કસ્ટડીમાં રાખવા જોઈએ.
અગાઉ, નીચલી અદાલતે ચિદમ્બરમની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટ ચિદમ્બરમ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા અને સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલા ભ્રષ્ટાચારના મામલામાં નીચલી અદાલતની અટકાયતની તપાસને પડકારતી અરજી વિરુદ્ધ પણ આદેશ આપે તેવી સંભાવના છે. દિલ્હીની નીચલી અદાલતે આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડીમાં વધુ બે દિવસનો વધારો કર્યો છે.
સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે તે 5 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં રહેશે. ચિદમ્બરમને સીબીઆઈ કસ્ટડીનો એક દિવસનો સમયગાળો પૂરો થતાં વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહરની કોર્ટમાં રજૂ કરાયો હતો. સોલિસીટર જનરલ તુષાર મહેતા અને ચિદમ્બરમના વકીલે ન્યાયાધીશને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તે (ચિદમ્બરમ) 5 સપ્ટેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે.