મુંબઈ : સ્વરાગિની ફેમ એક્ટર નમિષ તનેજા એટીએમ ફ્રોડનો શિકાર બન્યો છે. તેમની સાથે 50 હજારની છેતરપિંડી થઈ છે. આ છેતરપિંડી વિશે જાણવા મળ્યા બાદ અભિનેતાએ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. પરંતુ રાહતની વાત એ છે કે તેમને 50 હજારના આ નુકસાન ભરપાઈ કરવાની રહેશે નહીં. કારણ કે જો બેંકની બેદરકારીને કારણે આવું થયું છે, તો બેંક ચૂકવણું કરશે.
આખી ઘટના અંગે જણાવતા નમિશે કહ્યું- “હું સિનેમામાં ફિલ્મ જોઈ રહ્યો હતો, ત્યારે મેં અજાણ્યા નંબર પરથી ઘણાં મિસ્ડ કોલ જોયા.” જ્યારે મેં કોલ બેક કર્યો ત્યારે એવું બન્યું કે બેંકમાંથી કોઈ મને મારું ડેબિટ કાર્ડ બ્લોક કરવાની માહિતી આપવા માટે સંપર્ક કરી રહ્યા હતા.”