કાશ્મીર મુદ્દે દુનિયાભરમાં એકલુ પડી ગયેલુ પાકિસ્તાન ગમે તે ભોગે આ મામલો સળગતો રાખવા માંગે છે.
પાકિસ્તાને હવે પીઓકેમાં ભારતની બોર્ડરને અડીને બાઘ અને કોટલી સેક્ટરમાં વધુ 2000 સૈનિકોની તૈનાતી કરી છે. ભારતીય સેનાના સૂત્રોના કહેવા પ્રમાણે આ સૈનિકોને બેરેકમાંથી નિકાળીને લાઈન ઓફ કન્ટ્રોલના 30 કિમીની અંદર તૈનાત કરાયા છે. ભારતીય સેના પાકિસ્તાનની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે.
લશ્કરે તોયબા અને જૈશ એ મહોમ્મ્દ જેવા આતંકી સંગઠનોએ મોટા પાયે આતંકવાદીઓની ભરતી શરૂ કરી છે ત્યારે જ પાકે સૈનિકોની તૈનાતી વધારી છે.
સૂત્રોનુ કહેવુ છે કે, લદ્દાખ નજીકની પોતાની ચોકીઓ પર પણ પાક સેના મોટી સંખ્યામાં હથિયાર અને સૈન્ય ઉપકરણો એકઠા કરી રહી છે. પાકિસ્તાની વાયુસેનાના માલવાહક જહજાઓએ ગિલગિટ અને બાલ્ટિસ્તાનના સ્કાર્દુ એરબેઝ પર મોટા પાયે મિલટરી સરંજામ ઉતાર્યો છે. આ સરંજામ પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર જેટ્સને યુધ્ધ વખતે કામ લાગે તેમ છે. બીજી તરફ ભારતીય વાયુસેના પણ પાકની ફિતરતને જાણતી હોવાથી એલર્ટ પર છે.