ફિલ્મ ડિરેક્ટર તથા એક્ટ્રેસ પૂજા ભટ્ટે પિતા મહેશ ભટ્ટના નિધનની વાતનું ખંડન કર્યું છે. તેણે પુરાવા તરીકે મહેશ ભટ્ટની બે તસવીરો પણ શૅર કરી છે, જેમાં તેઓ ઘરે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં મહેશ ભટ્ટના નિધનની અફવા ઊડી હતી.
ખતરનાક રીતે જીવન જીવી રહ્યાં છેઃ પૂજા
પૂજા ભટ્ટે ઈન્સ્ટાગ્રામમાં કહ્યું હતું, ‘અફવાઓ ફેલાવનારા તથા મારા પિતા મહેશ ભટ્ટનું હાર્ટ એટેકથી નિધન થયાની વાત સાંભળીને મુશ્કેલી અનુભવતા લોકો માટે પુરાવો છે કે તેઓ હંમેશાની જેમ ખતરનાક ખુશ-મિજાજ જીવન જીવી રહ્યાં છે અને તે પણ રેડ શૂઝમાં..’
કેવી રીતે અફવા ઉડી?
શુક્રવારે (6 સપ્ટેમ્બર) સિન્ટાના (CINTAA) ટ્વિટર હેન્ડલર પરથી મહેશ ભટ્ટના નિધનની માહિતી આપવામાં આવી હતી. એક તસવીર શૅર કરીને લખવામાં આવ્યું હતું કે શ્રી મહેશ ભટ્ટના નિધન પર સિન્ટા સંવેદના વ્યક્ત કરે છે. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભટ્ટ માર્ચ, 1987થી સંસ્થાના સભ્ય રહ્યાં હતાં. આ પોસ્ટ બાદ સોશયિલ મીડિયામાં મહેશ ભટ્ટના નિધનના ન્યૂઝ વાયરલ થયાં હતાં.