હાલનો સમય ટેક્નોલોજીનો છે જે ઝડપી ગતિએ માનવીય જીવનમાં વધી રહી છે. ટેક્નોલોજીમાં દિવસે દિવસે નવા આવિષ્કાર જોવા મળી રહ્યા છે. જ્યારે હવે એવી શોધ વિશે સમાચાર મળ્યા છે જે તમને હેરાન કરી દેશે. દુનિયાના સૌથી મોટા એક ઇલેક્ટ્રોનિક શોમાં એક એવી સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે. જેને ક્યારે ચાર્જ કરવાની જરૂર નહી પડે.
મીડિયા રિપોર્ટ મુજબ બર્લિનમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ ફિસ્કલ એસોસોએશન(IFA 2019)માં મેટ્રિક્સ નામની કંપનીએ તેની પાવર વોચ-2(PowerWatch-2) લોન્ચ કરી. જેને ક્યારે ચાર્જ કરવાની જરૂર નથી. જી હાં, કંપનીનો દાવો છે કે આ સ્માર્ટવોચ તમારા શરીરની ગર્મીથી ચાર્જ થઈ જશે. આ સ્માર્ટવોચમાં 1.2 ઇંચની બ્લેક એન્ડ વ્હાઇટ ડિસ્પ્લે મળશે. જેમાં થર્મોમીટર અને સોલર ચાર્જીંગની સુવિધા પણ હશે.