હિન્દુ ધર્મમાં મંદિરને સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે મંદિર જવાથી વ્યક્તિનું માનસિક તણાવ દૂર થાય છે અને મનને શાંતિ મળે છે. જે વ્યક્તિ રોજ મંદિર જઇને ભગવાનની પૂજા કરે છે તેની દરેક સમસ્યાઓનો અંત આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે મંદિર જતા પહેલા કેટલાક નિયમોનું પાલન અને કેટલીક વાતોનું રાખવું જોઇએ. આવો જોઇએ તે નિયમ અને વાતો જેનું મંદિર જતા પહેલા ધ્યાન રાખવું જોઇએ.
મંદિર જતા પહેલા તમારે મંદિર ખૂલવા અને બંધ થવાનો સમય ખબર હોવી જોઇએ. કારણકે દરેક મંદિર ખુલ્યા અને બંધ થવાના સમય અલગ-અલગ હોય છે. જેનાથી તમને કોઇપણ સમસ્યાનો સામનો કરવો ન પડે.
મંદિર જતા પહેલા વ્યક્તિને સ્વચ્છ તન અને મન લઇને જવું જઇએ, ખરાબ મનથી મંદિરમાં ન જવું જોઇએ. મંદિર જતા પહેલા પૂર્વ અગરબત્તી, પ્રસાદ, ફૂલ સહિત લઇને જવું લાભદાયી હોય છે. ખાલી હાથ મંદિર ન જવું જોઇએ.
મંદિર ખૂબ પવિત્ર સ્થાન છે સ્ત્રીઓને અહીં માસિક દરમિયાન ન જવું જોઇએ. મંદિરની અંદર પ્રવેશ કરતા સમયે તમારા જૂતા અને ચંપલ બહાર નીકાળીને મંદિરમાં ક્ષપ્રવેશ કરવો જોઇએ.