ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગે એવું જોવા મળ્યું હોય છે કે, ફિલ્મ સ્ટાર્સને જેમ જે સફળતા મળતી જાય છે, તેમ તેમ તેમના શોખ વધતા જાય છે. ઘણા એવા સ્ટાર્સ છે જેમને મોંઘી કાર, બાઇક્સ,ફોન, જોડા અને કપડાનો શોખ હોય છે. પરંતુ દક્ષિણના સુપરસ્ટાર મામૂટી પાસે માનવામાં ન આવે તેટલી સંખ્યામાં કાર છે. એકવાર કાર ચલાવ્યા બાદ એ કારનો બીજા વરસે નંબર આવે તેટલી કારનો કાફલો ધરાવે છે. મલયાલમ અને તમલિ ફિલ્મોમાં સુપરહિટ ફિલ્મો આપી ચુકેલો મામૂટીને કારનો બહુ શોખ છે. આજે તેની પાસે ૧૫-૨૦ નહીં પરંતુ ૩૬૯ કારનું કલેકશન છે.
જેમાં સસ્તી તેમજ મોંઘી વૈભવી કારનો સમાવેશ થાય છે. મામૂટીને દેશની મારુતિ કાર બહુ પસંદ છે. તેણે પોતાની કારનો કાફલો રાખવા માટેએક વિશાળ ગેરેજ બનાવ્યું છે. મોટા ભાગે મામૂટી પોતે જ કાર ડ્રાઇવ કરવાનું પસંદ કરે છે. મામૂટીના કલેકશનમાં ટોયોટા લેંડ ક્રુઝર, એલસી ૨૦૦, ફરારી, મર્સીડિઝ, અને ઓડીના વિવિધ મોડલો, પોર્શ, ટોયોટા ફોર્ચ્યુનર, મીની કુપર,બીએમડબલ્યુ,ફેક્સ વેગન, મિત્સુબિસી, પજેરો સ્પોર્ટ, એસયુવી તેમજ અન્ય કાર છે.