Richest people in Surat 2025: 360 વન વેલ્થ અને ક્રિસિલ રિપોર્ટમાંથી ખુલાસો
Richest people in Surat 2025: હમેશા હીરા ઉદ્યોગથી ઓળખાતા સુરત શહેરે હવે અઢળક કરોડપતિઓ પણ ઊભા કર્યા છે. તાજેતરમાં 360 વન વેલ્થ અને ક્રિસિલ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર, સુરતમાં એવા છ ઉદ્યોગપતિઓ છે જેમની વ્યક્તિગત સંપત્તિ ₹1000 કરોડથી વધુ છે.
સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ: ફારૂકભાઈ ગુલામભાઈ પટેલ
કુલ સંપત્તિ: ₹6008 કરોડ
KPI ગ્રીન એનર્જીના ચેરમેન ફારૂકભાઈ પટેલ સુરતના ટોચના કરોડપતિ છે. તેઓ કન્સ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ક્ષેત્રમાં કાર્યરત છે અને તેમની કંપની ભારતીય નવીનીકરણક્ષમ ઊર્જા ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
પુર્ણિમા અશ્વિન દેસાઈ – કેમિકલ ઈન્ડસ્ટ્રીની રાણી
કુલ સંપત્તિ: ₹3837 કરોડ
પુર્ણિમા દેસાઈ કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. તેમની કંપનીએ દેશ-વિદેશમાં Chemical Exportના ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેઓ સુરતના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે.
કિરણ છોટુભાઈ પટેલ – અનુપમ રસાયણના માલિક
કુલ સંપત્તિ: ₹2860 કરોડ
કિરણ પટેલનું નામ અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડ સાથે સંકળાયેલું છે. કેમિકલ ઉત્પાદનમાં સફળતાપૂર્વક કાર્યરત તેમના વ્યવસાયે તેમને સુરતના ત્રીજા ધનાઢ્ય વ્યક્તિ બનાવ્યા છે.
રોહન અશ્વિન દેસાઈ – યુવા ઉદ્યોગપતિ
કુલ સંપત્તિ: ₹1963 કરોડ
રોહન દેસાઈ એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના નિર્દેશક છે. તેમની આગવી મેનેજમેન્ટ શૈલી અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ કંપનીને નવી ઊંચાઈએ પહોંચાડી છે. તેઓ ચોથા સ્થાને છે.
અશ્વિન જયંતિલાલ દેસાઈ – કેમિકલ ક્ષેત્રના આગેવાન
કુલ સંપત્તિ: ₹1499 કરોડ
અશ્વિન દેસાઈ પણ એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહસ્થાપક છે. લાંબા સમયથી ઉદ્યોગ સાથે સંકળાયેલા આ ઉદ્યોગપતિ સુરતના પાંચમા સૌથી વધુ સંપત્તિ ધરાવતા નાગરિક છે.
આનંદ સુરેશભાઈ દેસાઈ – નવી પેઢીનો બિઝનેસમેન
કુલ સંપત્તિ: ₹1455 કરોડ
અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડમાં પોતાનું યોગદાન આપતા આનંદ દેસાઈ સફળતા સાથે કંપનીના વિસ્તરણમાં જોડાયેલા છે. તેઓ આ યાદીમાં છઠ્ઠા ક્રમે આવે છે.
સુરત માત્ર હીરા માટે નહીં, ધનના ક્ષેત્રે પણ તેજીથી આગળ
આ યાદી સાબિત કરે છે કે સુરત હવે માત્ર હીરા અથવા ટેક્સટાઇલ સિટિ તરીકે નહીં, પણ નવી પેઢીના ઉદ્યોગપતિઓના ધનસંપત્તિના કેન્દ્ર તરીકે પણ વિકસતું જાય છે. નવી ઉદ્યોગકર્તા પેઢી ટેકનોલોજી, કેમિકલ અને એનર્જી જેવા ક્ષેત્રોમાં દેશ અને દુનિયાને પ્રભાવિત કરી રહી છે.