કાશ્મીર પર ભારતે કરેલા નિર્ણયથી ભડકેલા પાકિસ્તાનીઓનાં એક ટોળાએ બ્રિટેનમાં પણ પોતાના ‘કુસંસ્કારો’નું પ્રદર્શન કર્યું હતુ. તેમણે ભારતીય હાઈ કમિશનની બિલ્ડિંગ પર ઇંડા ફેકીને ગંદકી ફેલાવી હતી. સોશિયલ મીડિયા પર ત્યાં સુધી કે બ્રિટિશોએ પણ પાકિસ્તાનનીઓની આને લઇને ટીકા કરી હતી. લોકોએ બિલ્ડિંગની ગંદી કરવાની તસવીર શેર કરતા કહ્યું હતુ કે, ‘આવુ કોઈ સભ્ય માણસ તો નહીં જ કરે.’
ભારતીયોએ લંડનમાં પાકિસ્તાનીઓને ભણાવ્યો જોરદાર પાઠ
હવે ભારતીયોએ પાકિસ્તાનીઓને શરમ આવે તેવી પ્રતિક્રિયા આપી છે. ભારતીયોએ પાકિસ્તાનીઓ દ્વારા ગંદી કરવામાં આવેલી ઇન્ડિયન હાઈ કમિશનની બિલ્ડિંગની સફાઇ કરી છે. આ અભિયાન ભારતીય હાઈ કમિશ્નર રૂચિ ઘનશ્યામ, કર્મચારીઓ અને ત્યાં હાજર ઇન્ડિયન કૉમ્યૂનિટીનાં લોકો દ્વારા ચલાવવામાં આવ્યું. જે સમયે સફાઈ અભિયાન ચાલી રહ્યું હતુ, તેને જોઇને બ્રિટિશોએ ભારતીયોની પ્રશંસા કરી.
ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદથી જ પાકિસ્તાનની માનસિક સ્થિતિ બગડી ગઈ છે અને ત્યાંની સરકારથી લઇને ત્યાંનાં લોકો પણ ભારતનાં આંતરિક મુદ્દાને લઇને બિનજરૂરી વિરોધ કરી રહ્યા છે. આ જ ક્રમમાં 3 સપ્ટેમ્બરનાં બ્રિટેનમાં હાજર પાકિસ્તાની નાગરિકોએ ભારતીય હાઈ કમિશનની સામે હિંસક પ્રદર્શન કર્યું હતુ અને તોડફોડ કરી હતી.
ત્યારબાદ તસવીર શેર કરીને ભારતીય હાઈ કમિશને ટ્વિટ કર્યું કે, ‘હાઇ કમિશનરે ભારતીય સમુદાય અને અધિકારીઓની સાથે મળીને 3 સપ્ટેમ્બરનાં હાઇકમિશનની બિલ્ડિંગની બહાર ફેલાવવામાં આવેલી ગંદકી સાફ કરી. સ્વચ્છ ભારત, શ્રેષ્ઠ ભારત.’